Cricket/ આખરે ધોનીએ કહ્યુ, કયા મેદાનમાં રમશે IPL ની અંતિમ મેચ

ચેન્નાઈ સુપર કિંગ્સનાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) એ શનિવારે કહ્યુ કે, તેની અંતિમ T20 મેચ ચેન્નાઈમાં જ યોજાશે પણ તે જાણતો નથી કે “તે આવતા વર્ષે થશે કે પાંચ વર્ષ પછી”.

Sports
ધોની

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) નાં કેપ્ટન એમએસ ધોની શનિવારે ચેન્નાઈમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022) માં તેની ભાગીદારી વિશે વાત કરી હતી. ANI અનુસાર, પૂર્વ ભારતીય કેપ્ટને ઈવેન્ટ દરમિયાન કહ્યું કે, તેણે IPL ની આગામી સીઝનમાં ભાગ લેશે કે નહીં તે અંગે નિર્ણય લીધો નથી, પરંતુ તે આગળ જતા તે અંગે ચોક્કસથી વિચારશે.

આ પણ વાંચો – શરમજનક / ઓસ્ટ્રેલિયાનાં ટેસ્ટ કેપ્ટન ટિમ પેને અશ્લીલ મેસેજ મોકલવા મામલે છોડ્યું કેપ્ટન પદ

ચેન્નાઈ સુપર કિંગ્સનાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) એ શનિવારે કહ્યુ કે, તેની અંતિમ T20 મેચ ચેન્નાઈમાં જ યોજાશે પણ તે જાણતો નથી કે “તે આવતા વર્ષે થશે કે પાંચ વર્ષ પછી”. ગયા મહિને યુનાઈટેડ આરબ અમીરાતમાં ચેન્નાઈ સુપર કિંગ્સનું ચોથું ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ખિતાબ જીતનાર કેપ્ટન ધોનીએ અગાઉ સ્પષ્ટતા કરી હતી કે તે ઓછામાં ઓછી એક વધુ સીઝન માટે તેની મનપસંદ પીળી જર્સી પહેરશે અને ચાહકો ચોક્કસ તેને તેમના ફેવરિટ ચેપોક સ્ટેડિયમમાં તેની ‘ફેરવેલ મેચ’ રમતા જોશે. ચેન્નાઈ સુપર કિંગ્સની IPL ટાઈટલ જીતની ઉજવણી માટે શનિવારે અહીં આયોજિત એક કાર્યક્રમમાં ધોનીએ કહ્યું, “મેં હંમેશા મારા ક્રિકેટની યોજના બનાવી છે.” મેં મારી છેલ્લી મેચ રાંચીમાં રમી હતી. વનડેમાં છેલ્લી હોમ મેચ મારા હોમટાઉન રાંચીમાં હતી. તેથી આશા છે કે મારી અંતિમ T20 મેચ ચેન્નાઈમાં જ હશે. તે આવતા વર્ષે હશે કે પાંચ વર્ષનાં સમય પછી, અમને ખબર નથી. તમિલનાડુનાં મુખ્યમંત્રી એમકે સ્ટાલિન, ઈન્ડિયા સિમેન્ટ્સનાં વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એન શ્રીનિવાસન, સુપ્રસિદ્ધ ઓલરાઉન્ડર કપિલ દેવ, BCCI નાં સચિવ જય શાહ અને IPL નાં અધ્યક્ષ બ્રિજેશ પટેલની હાજરીમાં ધોનીએ કહ્યું કે CSK નાં ચાહકોએ તેની પ્રશંસા કરી. તે સમયે પણ આગળ વધવાની પ્રેરણા મળી જ્યારે તેની ટીમ બે વર્ષ સુધી IPLમાં સારો દેખાવ કરી શકી ન હતી.

https://twitter.com/MIFansClubTN/status/1462043771424546818?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1462043771424546818%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fndtv.in%2Fcricket%2Fdhoni-makes-it-clear-where-he-would-play-is-last-ipl-match-but-video-hindi-2618831

આ પણ વાંચો – ધોનીએ મનાવ્યો પત્નીનો જન્મદિવસ / ધોનીએ પત્ની સાક્ષીનો અનોખી રીતે મનાવ્યો ૩૩મો જન્મદિવસ, વાઈરલ થઇ રહ્યો છે વિડીયો

ધોનીએ કહ્યું, ‘તે ફક્ત CSKનાં ચાહકોને કારણે છે, જેઓ તમિલનાડુની બહાર અને ભારતની સરહદોની બહાર પણ છે. અમે જ્યાં પણ રમીએ છીએ – પછી તે બેંગલુરુ, જોહાનિસબર્ગ કે દુબઈ હોય, અમને તેમનો સંપૂર્ણ સહયોગ મળ્યો છે. અમારા સૌથી ખરાબ સમયમાં પણ, જ્યારે અમે બે વર્ષ સુધી IPLમાં સારો દેખાવ કરી શક્યા ન હોતા ત્યારે પણ અમને ફેન્સનો સાથ મળ્યો હતો. અને આ સમય દરમિયાન જ્યારે CSKની સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચા થઈ હતી. ધોનીએ પ્રક્રિયામાં વિશ્વાસ રાખવા પર ભાર મૂક્યો અને કહ્યું કે તેનાથી IPL 2021 માં મજબૂત રીતે પાછા ફરવામાં અમને મદદ મળી હતી, બીજ તરફ ટીમની 2020 માં સફર ઘણી ખરાબ રહી હતી જ્યારે ટીમ પ્રથમ વખત પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી હતી. તેમણે કહ્યું, “અમે 2008 થી, જ્યારે આ ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં આવી ત્યારથી ખરેખર સારો દેખાવ કર્યો છે, પરંતુ તે 2020 માં રસપ્રદ રહ્યું, આ પ્રથમ સીઝન જેમાં અમે IPLનાં આગલા તબક્કા માટે ક્વોલિફાય ન થયા.”