બાંગલાદેશ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાનો ૭ વિકેટે શાનદાર વિજય થયો છે. ઓફ સ્પિનર નાથન લાયનની વેધક બોલિંગ સામે બાંગ્લાદેશી બેટ્સમેનોએ શરણાગતિ સ્વીકારી હતી અને ઓસ્ટ્રેલિયાએ વિજય નિશ્ચિત કર્યો હતો. નાથન લાયને બીજી ઈનિંગમાં ૬ વિકેટ ઝડપી ટીમના વિજયમાં નોધપાત્ર યોગદાન આપ્યું હતું. આ સાથે જ બાંગલાદેશ-ઓસ્ટ્રેલિયાની બે મેચની ટેસ્ટ શ્રેણી ૧-૧થી ડ્રો રહી છે. જયારે નાથન લાયન -ડેવિડ વોર્નરને મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યા હતા.
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઈનિંગમાં ૩૭૭ રન નોધાવી ૭૨ રનની લીડ મેળવી હતી. બાંગલાદેશનો બીજો દાવ ૧૫૬ રનમાં સમેટાઈ જતા ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટ જીતવા માટે જરૂરી ૮૬ રનનો લક્ષ્યાંક ૩ વિકેટના નુકશાને હાંસલ કર્યો હતો.
