sports news/ અક્ષર પટેલનો ઐતિહાસિક શંખનાદ: T20I માં 100 વિકેટ ઝડપી રચ્યો નવો કીર્તિમાન

ભારતીય ઓલરાઉન્ડર અક્ષર પટેલ (Axar Patel) એ ઈંગ્લેન્ડ સામેની બીજી T20 મેચમાં હેરી બ્રુકને આઉટ કરીને ઇતિહાસ રચ્યો છે. તેઓ T20I માં 100 વિકેટ ઝડપનારા પ્રથમ ભારતીય સ્પિનર બન્યા છે અને ચહલનો રેકોર્ડ તોડ્યો છે.

Sports
AXAR PATEL

ભીરતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર અક્ષર પટેલે ટૂંકા ફોર્મેટમાં એક નવો ઇતિહાસ રચી દીધો છે.ઇંગ્લેન્ડ સામે માન્ચેસ્ટર ખાતે રમાયેલી બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન અક્ષર પટેલ (Axar Patel) એ ઇંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુકની વિકેટ લઇને પોતાની કારકિર્દીની 100મી વિકેટ પૂરી કરી હતી.આ સાથે જ તેઓ ભારત તરફથી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ સિદ્ધિ મેળવનાર સૌપ્રથમ સ્પિન બોલર બની ગયા છે. એકંદરે ભારતીય બોલરોની યાદીમાં 100 વિકેટનો આંકડો વટાવનાર તેઓ ચોથા બોલર બન્યા છે..

યુઝવેન્દ્ર ચહલનો રેકોર્ડ તૂટ્યો,અક્ષર પટેલ બન્યા ભારતના નંબર-1 સ્પિનર

અક્ષર પટેલે શાનદાર પ્રદર્શનના જોરે ભારતના દિગ્ગજ લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલને પાછળ છોડી દીધા છે. ચહલના નામે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 96 વિકેટ છે અને તેઓ હવે આ યાદીમાં પાંચમા સ્થાને સરકી ગયા છે.ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદી નીચે મુજબ છે.

અર્શદીપ સિંહ- 133 વિકેટ

જસપ્રીત બુમરાહ- 121 વિકેટ

હાર્દિક પંડ્યા- 114 વિકેટ

અક્ષર પટેલ- 100 વિકેટ

યુઝવેન્દ્ર ચહલ- 96 વિકેટ

અક્ષર પટેલે માત્ર બોલિંગમાં જ નહીં,પરંતુ ઓલરાઉન્ડર પ્રદર્શનમાં પણ ભારતનું નામ રોશન કર્યું છે. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 500થી વધુ રન અને 100 કે તેથી વધુ વિકેટ ઝડપનાર તેઓ ભારતના માત્ર બીજા ખેલાડી બન્યા છે.

અક્ષરે અત્યાર સુધી 61 ઇનિંગ્સમાં બેટિંગ કરીને 736 રન બનાવ્યા છે.અગાઉ આ અદભુત રેકોર્ડ માત્ર હાર્દિક પંડ્યાના નામે હતો,જેમણે 109 ઇનિંગ્સમાં 2288 રન અને 114 વિકેટ મેળવેલી છે.હવે અક્ષરનું નામ પણ આ પ્રતિષ્ઠિત ઓલરાઉન્ડર્સની ક્લબમાં સન્માનભેર સામેલ થઇ ગયું છે.

બીજી T20 મેચમાં અક્ષરનું પ્રદર્શન:

ઇંગ્લેન્ડ સામેની આ મેચમાં અક્ષર પટેલે અત્યંત કરકસરયુક્ત બોલિંગ કરી હતી.તેમણે પોતાના 4 ઓવરના સ્પેલમાં માત્ર 5ના ઇકોનોમી રેટથી 20 રન આપીને 1 મહત્વની વિકેટ લીધી હતી.જોકે,બેટિંગમાં તેઓ કમનસીબ રહ્યા હતા અને 3 બોલમાં 2 રન બનાવી રનાવી રનઆઉટ થયા હતા.


આ પણ વાંચો :હાર બાદ રડી પડ્યો ડેવિડ મિલર, અક્ષર પટેલે જીત્યું દિલ, 1 રનથી હાર્યા બાદ દિલ્હીમાં માયુસી

આ પણ વાંચો :BCCIએ અક્ષર પટેલને દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાંથી બહાર કરવાની પુષ્ટિ કરી, શાહબાઝ અહેમદને તક

આ પણ વાંચો :“સારો કેપ્ટન નહીં, પર્સનાલિટી જોઈએ છે. હું તેને લાયક નથી…” ક્રિકેટર અક્ષર પટેલે આપ્યું નિવેદન