Suicide/ ભરૂચના યુવકે 14 વર્ષ મોટી પરીણિતા સાથે કેબલ બ્રિજ પરથી લગાવી મોતની છલાંગ, બંનેના મૃતદેહ મળ્યા

ભરૂચના કેબલ બ્રિજ ઉપરથી મોતની છલાંગ લાગવાર યુવક અને 14 વર્ષ મોટી પરિણીતાનો મૃતદેહ નર્મદા નદીમાંથી મળી આવ્યો હતો.

Top Stories
Suicide
  • ભરૂચના લેબ કેમિસ્ટ યુવકની પરિણીતા સાથે કેબલ બ્રિજ પરથી મોતની છલાંગ
  • અંકલેશ્વરની મેઘમણી કંપનીમાં બન્ને કામ કરતા પ્રેમ થયો
  • બે સંતાનની માતા સાથે સંબંધ સમાજ નહિ સ્વીકારે તેમ વિચારી બન્નેએ નર્મદામાં ઝપલાવ્યું

ભરૂચના કેબલ બ્રિજ ઉપરથી મોતની છલાંગ Suicide લાગવાર યુવક અને 14 વર્ષ મોટી પરિણીતાનો મૃતદેહ નર્મદા નદીમાંથી મળી આવ્યો હતો. મૂળ લુણાવાડાના ડોકેલાવ ગામનો 24 વર્ષીય ગૌરાંગ ભુપેન્દ્રભાઈ પટેલની 3 વર્ષ પેહલા અંકલેશ્વર ની મેઘમણી કંપનીમાં નોકરી લાગી હતી. અંકલેશ્વર GIDC યોગેશ્વર કોમ્પ્લેક્ષ ખાતે ગૌરાંગ રહી લેબ કેમિસ્ટ તરીકે Suicide ફરજ બજાવતો હતો.

મેઘમણી કંપનીમાં જ સફાઈ કામદાર Suicide તરીકે 3 વર્ષથી નોકરી કરતી અને અંકલેશ્વર મધુવન સોસાયટીમાં રહેતી 38 વર્ષીય સુમન જ્ઞાનદેવ પાટીલ જોડે પ્રેમ થઈ ગયો હતો. સુમનબેનના લગ્નને 20 વર્ષ થઈ ગયા હોય અને તેમને 13 વર્ષનો ધોરણ 8 માં અભ્યાસ કરતો પુત્ર અને 17 વર્ષની ધોરણ 12 માં ભણતી દીકરી છે.

ગૌરાંગ અને સુમન આ જાણતા હોવા છતાં સાથે 3 વર્ષથી નોકરી કરતા એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. દરમિયાન દોઢ મહિના પેહલા જ ગૌરાંગના પણ લગ્ન થયા હતા. બંનેનો પરિવાર અને સમાજ તેઓનો આ સંબંધ નહિ સ્વીકારે જેને લઈ બંને ત્રણ દિવસ પેહલા રાતે કોઈને કહ્યા વગર ઘરેથી ભાગી ગયા હતા.

દરમિયાન ઝાડેશ્વર કેબલ સ્ટેઇડ બ્રિજ નીચે નર્મદા નદીમાંથી Suicide ગૌરાંગ અને સુમન બેનનો મૃતદેહ મળી આવતા ટોળા ભેગા થઈ ગયા હતા. ઘટનાની જાણ સી ડિવિઝન પોલીસને કરાતા પોલીસ પણ સ્થળ પર દોડી આવી બન્નેના પરિવારજનોને જાણ કરી હતી. બંન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસ તપાસ ચલાવી રહી છે.

આ પણ વાંચોઃ કમોસમી વરસાદ/ નાઘેર પંથકમાં માવઠાનો માર ખેડૂતો બેહાલ, ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો

આ પણ વાંચોઃ E-Mail Threat/ સલમાન ખાનને E-Mail પર ધમકી, મુંબઈ પોલીસે લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર વિરુદ્ધ નોંધી FIR

આ પણ વાંચોઃ પંજાબ/ અમૃતપાલ સિંહનો ISI સાથે કનેકશન,પંજાબ પોલીસનો દાવો,સીસીટીવી ફૂટેજ સામે આવ્યા

આ પણ વાંચોઃ Jammu-Kashmir FDI/ જમ્મુ-કાશ્મીરમાં બનશે વર્લ્ડ ક્લાસ શોપિંગ મોલ,બુર્જ ખલીફા બનાવતી કંપનીએ કર્યા કરાર

આ પણ વાંચોઃ હિંડનબર્ગ ઇફેક્ટ/ અદાણીએ 35000 કરોડનો પેટ્રોકેમિકલ પ્રોજેક્ટ સ્થગિત કર્યો