Not Set/ રાજકારણ/ સરદાર પટેલનું અધૂરું સપનું PM મોદીએ કર્યુ પૂર્ણ, કલમ 370 આતંકવાદ માટે હતુ એક પ્રવેશદ્વાર : અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે કહ્યું કે, 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 અને 35A ને હટાવીને સંસદે સરદાર વલ્લભભાઇ પટેલનાં ‘અધૂરા સ્વપ્નને પૂરા’ કરવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે આ આતંકવાદીઓનાં પ્રવેશદ્વાર તરીકે કામ કરી રહ્યુ હતુ. સરદાર વલ્લભભાઇ પટેલને તેમની 144 મી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવા દિલ્હીનાં ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે ‘રન ફોર […]

Top Stories India
081a799a fb8d 11e9 bae9 ad2e4c5aba4e રાજકારણ/ સરદાર પટેલનું અધૂરું સપનું PM મોદીએ કર્યુ પૂર્ણ, કલમ 370 આતંકવાદ માટે હતુ એક પ્રવેશદ્વાર : અમિત શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે કહ્યું કે, 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 અને 35A ને હટાવીને સંસદે સરદાર વલ્લભભાઇ પટેલનાં ‘અધૂરા સ્વપ્નને પૂરા’ કરવાનું કામ કર્યું છે. તેમણે કહ્યું કે આ આતંકવાદીઓનાં પ્રવેશદ્વાર તરીકે કામ કરી રહ્યુ હતુ.

સરદાર વલ્લભભાઇ પટેલને તેમની 144 મી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવા દિલ્હીનાં ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતે ‘રન ફોર યુનિટી’ મેરેથોનને રવાના કરતા પહેલા એક સભાને સંબોધન કરતા કહ્યું કે, આનો શ્રેય વડા પ્રધાન નરેન્દ્રને જાય છે, જેમણે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 અને 35A એ નાબૂદ કરવાનું બીડુ ઉઠાવ્યુ હતુ.

તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરનાં વિશેષ રાજ્યનાં દરજ્જા નાબૂદ કરવામાં 70 વર્ષ લાગ્યા છે. અમિત શાહે કહ્યું કે પટેલે 550 રજવાડાઓનું ભારતમાં વિલય કરાવ્યુ હતુ, પરંતુ જમ્મુ-કાશ્મીરનાં કિસ્સામાં આવું થઈ શક્યું નહીં. શાહે કહ્યું, ‘કલમ 370 એ દેશમાં આતંકવાદનો પ્રવેશદ્વાર હતો. જમ્મુ-કાશ્મીરથી આ કલમ રદ કરીને, વડા પ્રધાને આતંકવાદ અટકાવવા પ્રવેશદ્વાર પર દરવાજો સ્થાપિત કરવામાં ભૂમિકા ભજવી હતી.’ સરદાર વલ્લભભાઇ પટેલને યાદ કરતાં શાહે પૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ પણ આપી હતી. 31 ઓક્ટોબર 1984 માં તેમની હત્યા કરવામાં આવી હતી. ‘રન ફોર યુનિટી’ મેરેથોનમાં ઘણા વરિષ્ઠ નાગરિકો સાથે સ્કૂલનાં બાળકો અને ભૂતપૂર્વ સૈનિકો સહિત લગભગ 12,000 લોકો ઉપસ્થિત રહ્યા હતા. ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમ દ્વારા સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતીને ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે પણ ઉજવવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.