અમરેલી/ રાજુલામાં દાગીના ચોરી કરનાર ઇરાની ગેંગનો આરોપી ઝડપાયો

રાજુલામાં 2 માસ પહેલા પોલીસ સ્ટેશનની સામેની બજારમાં આવેલ શ્યામ જવેલર્સમાં અજાણીયો શખ્સ વેપારીની નજર ચૂકવી 3 લાખ કરતા વધુને સોના ચાંદીના દાગીના લઈ ફરાર

Gujarat Others
YouTube Thumbnail 2023 12 20T141010.309 રાજુલામાં દાગીના ચોરી કરનાર ઇરાની ગેંગનો આરોપી ઝડપાયો

Amreli News: અમરેલી જિલ્લામાં રાજુલામાં 2 માસ પહેલા પોલીસ સ્ટેશનની સામેની બજારમાં આવેલ શ્યામ જવેલર્સમાં અજાણીયો શખ્સ વેપારીની નજર ચૂકવી 3 લાખ કરતા વધુને સોના ચાંદીના દાગીના લઈ ફરાર થયા બાદ અમરેલી એલસીબીની ટીમ મહારાષ્ટ્ર રાજ્યની ઇરાની ગેંગના એક સભ્યને  દબોચી લીધો હતો.

અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા પોલીસ સ્ટેશનની સામે આવેલ મુખ્ય બજારમાં શ્યામ જવેલર્સ સોના ચાંદીની દુકાનમાં તારીખ 8-10-2023ના ધોળા દિવસે બે અજાણીયા ઈસમો સોના ચાંદીના દાગીના ખરીદવાના બહાને દુકાને આવી સોનાની વીંટી નંગ 4 તથા સોનાના પેન્ડલ સેટ જોડી નંગ 6 કુલ વજન 56 ગ્રામ કુલ રૂ.3,26,000ની વેપારી અમિતભાઇની નજર ચૂકવી ચોરી કરી જતા રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય હતી.

ફરિયાદ  બાદ અમરેલી એસપી હિમકર સિંહ દ્વારા ગુન્હો ડિટેક્શન કરવા માટે સૂચના આપતા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ એક્ટિવ થઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો દુકાનના સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના ક્રમ કેદ થયા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો આ શખ્સના સીસીટીવી કેમેરામાં ફુટેજના આધારે અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા મળી છે

અમરેલી એસપીની ટીમ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની માહિતીના આધારે ટીમ મહારાષ્ટ્ર રાજ્યમાં પોહચી ભૂસાવલથી આ આ શખ્સ અલીરજા લાલુઅલીને ઝડપી લીધો પૂછ પરછ કરતા ઇરાની ગેંગનો સભ્ય હોવાની માહિતી મળતા પોલીસ પણ ચોકી ઉઠી છે હાલમાં તેમની ધરપડક કરી પૂછ પરછ કરતા અન્ય એક શખ્સનું નામ પણ ખુલ્યું છે હાલ તેમની ધરપકડ કરવાની બાકી છે એક ઇરાણીના શખ્સની ધરપકડ કરતા કેટલીક સોના ચાંદીની વસ્તુ વહેચી રૂપિયા રોકડા 1,50.000 કબજે કરી કાર્યવહી હાથ ધરવામાં આવી છે.

અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ એ આરોપીને પકડી રાજુલા પોલીસને વધુ તપાસ માટે સોંપવામાં આવ્યો છે હાલ આરોપીની રાજુલા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે વધુ પૂછ પરછ કરવામાં આવી રહી છે કેમ કે રાજુલા પોલીસ સ્ટેશનની સામેની બજાર માંથી આ શખ્સ દ્વારા ચોરીની હિંમત કરી પડકાર ફેંક્યો હતો હાલ તો સમગ્ર ઘટનાનો પોલીસ દ્વારા ભેદ ઉકેલી નાખી પર્દાફાશ કરી દેવાયો છે ઇરાની ગેંગના સભ્યને અમરેલી પોલીસ મહારાષ્ટ્રમાં પોહચી દબોસી લઈ આવવામાં સફળતા મળી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મેચના દર્શકોએ 1000 કિલો પ્લાસ્ટિક કચરો કાઢ્યો,કોર્પોરેશને દસ બાંકડા બનાવ્યા

આ પણ વાંચો:ગુજરાતમાં ફરી ઘાતક કોરોનાની રિએન્ટ્રી..! જાણો ક્યાં નોંધાયા

આ પણ વાંચો:વડોદરામાં નકલી રોયલ્ટી પાસનો થયો પર્દાપાશ, સરકારી તિજોરીને 3 લાખ ઉપરાંતનું નુકશાન

આ પણ વાંચો:સીએમ ભુપેન્દ્ર પટેલે છઠ્ઠી સ્માર્ટ હેકાથોનને પ્રારંભ કરાવ્યો