Covid-19/ રાજ્યમાં કોરોનાનાં કેસની સંખ્યામાં નોંધાઇ રહ્યો છે સતત ઘટાડો, જાણો આજે કેટલા નોંધાયા કેસ

એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસનો કહેર યથાવત છે. ત્યારે બીજી તરફ ભારતમાં આ વાયરસનો અંત આવી રહ્યો હોય તેવા આંકડાઓ સામે આવી રહ્યા છે.

Gujarat Others
PICTURE 4 90 રાજ્યમાં કોરોનાનાં કેસની સંખ્યામાં નોંધાઇ રહ્યો છે સતત ઘટાડો, જાણો આજે કેટલા નોંધાયા કેસ
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા 244
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 2,63,444
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 1
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 355
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,56,670
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 2379

એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસનો કહેર યથાવત છે. ત્યારે બીજી તરફ ભારતમાં આ વાયરસનો અંત આવી રહ્યો હોય તેવા આંકડાઓ સામે આવી રહ્યા છે. વળી ગુજરાતની વાત કરીએ તો અહી પણ કોરોનાવાયરસનાં કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા કેસની સંખ્યા 244 સામે આવી છે. ત્યારે રાજ્યમાં કુલ કેસનો આંકડો 2,63,444 પર પહોંચી ગયો છે. જો કે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 1 દર્દીનું મોત થયુ છે. રાજ્યમાં આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 355 નોંધાઇ છે. રાજ્યમાં ઠીક થયેલા કુલ દર્દીઓની સંખ્યા 2,56,670 પર પહોંચી ગઇ છે. જ્યારે રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 2,379 પર પહોંચી ગઇ છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાવાયરસ હવે ધીરે ધીરે કાબુમાં આવી રહ્યો છે. રાત્રી કર્ફ્યૂ બાદ સ્થિતી ધીરે ધીરે થાળે પડી રહી હોય તેમ આંકડા ધીરે ધીરે ઘટવા લાગ્યા છે. લાંબા સમય બાદ સતત કોરોનાનાં કેસનો આંકડો 1,000 ની નીચે આવી રહ્યો છે. અહી સારી વાત એ છે કે રાજ્યની જનતાએ આ વાયરસને હરાવવામાં સરકારનાં નિતી નિયમોનું પૂરુ ધ્યાન રાખ્યુ છે. જણાવી દઇએ કે, દિવાળી બાદ કહેવાતુ હતુ કે, કોરોનાનાં કેસનો રાફડો ફાંટશે, જો કે થોડા સમય સુધી કોરોનાનાં કેસમાં વધારો જોવા મળ્યો હતો, પરંતુ આજની તારીખમાં આ વાયરસ પર રાજ્યની જનતાએ પૂરી રીતે કાબુ મેળવી લીધો હોય તેવા આંકડા રોજ સામે આવી રહ્યા છે.

Political / નિર્મલા સીતારમણની મુંબઈ મુલાકાત દરમિયાન કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ બતાવ્યા કાળા ઝંડા

Gujarat: બહુચરજીનાં ચડાસણા પાટિયા પાસે ટોળકીએ અંદાજે 3 લાખ રૂપિયાની ચલાવી લૂંટ

Political: કોંગ્રેસ-પાસ વચ્ચે વધુ ગુંચવાયું કોકડું, અલ્પેશ કથીરિયાએ કહ્યું,- આગામી સમયમાં….

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ