Not Set/ સરકાર અને AMC દ્રારા “સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન” શરુ કરવામાં આવ્યું

અમદાવાદની જીવાદોરી અને મેગા સીટી જ નહીં પરંતુ રાજ્ય અને દેશની સાન સમા સાબરમતી રીવર ફ્રન્ટ, શું ખરેખર સાફ સુથરા પાણી સાથે જોવા મળશે ? શું સાબરમતીમાં ઠલવાતા કેમિલ્સ કંપનીનાં ઝેરી પાણીથી હવે સાબરમતી રક્ષીત થશે? શું ખેડૂતો માટે અભિશ્રાપ સમુ સાબરમતીનું ઝેરી પાણી હવે ચોખ્ખું થઇ જશે ? તમામ જવાબો હાલતો હકારાત્મકતાથી જોવામાં આવી […]

Ahmedabad Gujarat
sabarmati સરકાર અને AMC દ્રારા "સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન" શરુ કરવામાં આવ્યું

અમદાવાદની જીવાદોરી અને મેગા સીટી જ નહીં પરંતુ રાજ્ય અને દેશની સાન સમા સાબરમતી રીવર ફ્રન્ટ, શું ખરેખર સાફ સુથરા પાણી સાથે જોવા મળશે ? શું સાબરમતીમાં ઠલવાતા કેમિલ્સ કંપનીનાં ઝેરી પાણીથી હવે સાબરમતી રક્ષીત થશે? શું ખેડૂતો માટે અભિશ્રાપ સમુ સાબરમતીનું ઝેરી પાણી હવે ચોખ્ખું થઇ જશે ? તમામ જવાબો હાલતો હકારાત્મકતાથી જોવામાં આવી રહ્યા છે. અને સરકાર દ્રારા આ માટે પગલા લેવાની જાહેરાતો પણ કરી દેવામાં આવી છે.

sabarmati5 સરકાર અને AMC દ્રારા "સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન" શરુ કરવામાં આવ્યું

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જેમાં બે ઓક્ટોબર ગાંધી જયંતી સુધીમાં સાબરમતી નદીને સ્વચ્છ કરી દેવામાં આવશે તેવા દાવા AMC મ્યુ.કમિશ્નરે કર્યા હતા. સાબરમતી નદીમાં ટ્રીટ વોટર ઠાલવવામાં આવશે અને સુજલામ-સુફલામ યોજના હેઠળ નદીનું શુદ્ધિકરણ કરવામાં આવશે.

sabarmati1 સરકાર અને AMC દ્રારા "સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન" શરુ કરવામાં આવ્યું

સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન માટે ચાર મહિનામાં ચાર તબક્કામાં ચાર મહત્વના કામો કરવામાં આવશે.
(1) નદીમાં ભરાયેલું ગંદુ પાણી બહાર કાઢવામાં આવશે.
(2) નદીમાં આવતું ગટરનું પાણી બંધ કરાશે.
(3) સુકાયેલા કચરો સાફ કરવામાં આવશે.
(4) વરસાદી અને ટ્રીટ વોટરથી પાણી ભરવામાં આવશે.થતાં આ દાવાને પોકળ સાબિત કરવાનો આજેજ પોલ ખુલી ગઈ છે.

sabarmati2 સરકાર અને AMC દ્રારા "સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન" શરુ કરવામાં આવ્યું

અમદાવાદ શહેરની ઓળખ સમી સાબરમતી નદીમાં વર્ષોથી ગંદુ પાણી વહેતું હતું. જેથી મુખ્યમંત્રીની સૂચના અનુસાર સાબરમતી નદી સફાઈ મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદી સાફ કરવા માટે નવી તરકીબ હાથ ધરવામાં આવી રહી છે. નવી પદ્ધતી મુજબ સાબરમતીમાંથી 95 ટકા જેટલા ગંદા પાણીનો પાણી છોડી નિકાલ કરાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિજય નહેરા અને મેયર બિજલ પટેલે આ અંગેની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, . હાલ સાબરમતી નદીનું પાણી ખાલી કરી દેવામાં આવ્યું છે. જેના કારણે 90 ટકાથી વધુ ગંદુ પાણી નીકળી ગયું છે. અને 5 જૂન સુધીમાં 95 ટકા જેટલા ગંદા પાણીનો નિકાલ થઈ જશે તેવો દાવો પણ કરવામાં આવ્યો હતો.

sabarmati3 સરકાર અને AMC દ્રારા "સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન" શરુ કરવામાં આવ્યું

જોકે AMC દ્વારા નીત નવા પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવે છે પણ આવા પ્રોજેક્ટ માત્ર શોભાના ગાંઠિયા સમાન બનીને રહી જતા હોય છે. આગાઉ પણ રાજ્ય સરકાર દ્વારા ખારીકટ કેનાલ સફાઈનાં નામે કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. છતાં સ્થિતિ તો ઠેર ની ઠેર જોવા મળે છે. કેમેરા લગાવ્યા પણ કેમરા ચાલુ નથી અને આવુ ધણું બધુ કરવાની ઘોષણઓ કરવામાં આવી હતી. થયુ પણ ખરુ પણ દેખાડવા પુરતુ જ થયું હતું.

sabarmati4 સરકાર અને AMC દ્રારા "સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન" શરુ કરવામાં આવ્યું

હવે ફરી નવી યોજના સાબરમતી સ્વચ્છતા અભિયાન અમલી કરવામાં આવી રહી છે. સરકાર અને AMC દ્વારા અભિયાન તો શરુ કરી દેવામાં આવે છે. પણ આ અભિયાન કેટલું સફળ થાય છે. તેની જાણકારી આપવામાં આવતી નથી.જોવું રહ્યું કે 5 તારીખે સાબરમતી સ્વછતા અભિયાનમાં કેટલા લોકો જોડાશે ? અને શું વર્ષોથી મેલીધેલી જોવા મળતી સાબરમતિ પણ સ્વચ્છ થાશે ?