Not Set/ મોદી કેબિનેટનો ભાગ નહીં હોય અરુણ જેટલી, જાણો શું છે કારણ

લોકસભા ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત સાથે જ PM નરેન્દ્ર મોદીની કેબિનેટને લઈને અટકળો શરુ થઇ ગઈ હતી.આ દરમીયાન અગાઉની સરકારમાં નાણામંત્રી કાર્ય સાંભાળનાર અરુણ જેટલીએ કેબિનેટમાં સામેલ ન થવાનો આગ્રહ પીએમ મોદીને કર્યો છે. જેટલીએ પીએમ મોદીને ચિઠ્ઠી લખીને બીમારીનાં કરણે કેબિનેટમાં સામેલ થવામાં અસમર્થતા વ્યક્ત કરી છે. તેમને પીએમ મોદીને લખેળો પત્ર તેમના ટ્વિટર […]

Top Stories India
HFFKSDJ 10 મોદી કેબિનેટનો ભાગ નહીં હોય અરુણ જેટલી, જાણો શું છે કારણ

લોકસભા ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત સાથે જ PM નરેન્દ્ર મોદીની કેબિનેટને લઈને અટકળો શરુ થઇ ગઈ હતી.આ દરમીયાન અગાઉની સરકારમાં નાણામંત્રી કાર્ય સાંભાળનાર અરુણ જેટલીએ કેબિનેટમાં સામેલ ન થવાનો આગ્રહ પીએમ મોદીને કર્યો છે. જેટલીએ પીએમ મોદીને ચિઠ્ઠી લખીને બીમારીનાં કરણે કેબિનેટમાં સામેલ થવામાં અસમર્થતા વ્યક્ત કરી છે. તેમને પીએમ મોદીને લખેળો પત્ર તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે.

અરૂણ જેટલીએ નાણામંત્રીના લેટરહેડ પર લખેલો પત્રને પણ ટ્વિટર પર શેર કર્યો છે. તેમણે સ્વાસ્થ્યનાં કારણોનો ઉલ્લેખ કરતાં લખ્યુ કે, તેમને કેબિનેટમાં સામેલ કરવા પર વિચાર ણ કરવામાં આવે. જેટલીએ પોતાના પત્રમાં પીએમ મોદીનો આભાર માનતા જણાવ્યુ કે તેમના નેતૃત્વમાં દેશનો વિકાસ નવા રસ્તે લઇ જવાની તક મળી. જેટલી પત્રમાં લખ્યુ કે, પાર્ટીમાં રહેતા મને સંગઠનના સ્તર પર ઘણી મોટી જવાબદરી આપવામાં આવી, એનડીએની પહેલી સરકારમાં રહી મંત્રી પદ અને વિપક્ષમાં રહીને મહત્વપૂર્ણ જવાબદારી  સંભાળવાની તક મળી. હું આનાથી વધુ કંઇ પણ માંગ નથી કરી શક્તો.

આપને જણાવી દઇએ કે, છેલ્લા દોઢ વર્ષથી જેટલીનું સ્વાસ્થ્ય ખુબજ ખરાબ છે. તેઓને કિડ સંબંધિત ગંભીર બીમારીની સાથે કેન્સરથી પણ પિડાઇ રહ્યા છે. તેમનુ કિડનીનું ટ્રાન્સફર પણ કરવામાં આવ્યુ છે. તેમને તેમના પત્રમાં આગળ લખ્યુ, છેલ્લા 18 મહીનાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી ગંભીર બિમારીઓથી લડી રહ્યા છે. સ્વાસ્થ્ય સ્થિતિને ધ્યાનમાં રાખી આગ્રહ કરૂ છું કે મને કોઇ પ્રકારની જવાબદારી સોંપવામાં આવે નહીં.

જણાવીએ કે જેટલીના ખરાબ સ્વાસ્થ્યને જોતા એવી અટકળો પહેલાંથી ચર્ચામાં ચાલી રહી હતી કે, આ વખતે મોદી કેબિનેટમાં તેઓ સામેલ નહી થાય..ફેબ્રુઆરીમાં અંતિમ બજેટ પણ પીયુષ ગોયલે રજુ કર્યું હતું કારણ કે,તે સમયે જેટલી સારવાર માટે અમેરીકા ગયા હતા.