Not Set/ કમલ હસને નોટબંધી માટે મોદીને સલામ કર્યા હતા હવે સમર્થન બદલ માંગી માફી

ચેન્નાઇ, સાઉથના દિગ્ગજ અભિનેતા કમલ હસને ગયા વર્ષે નોટબંધી માટે મોદીને સલામ કર્યા હતા તેમના આ નિર્ણયને આવકાર્યો હતો અને નોટબંધીને સમર્થન આપતા અભિનેતા કમલ હાસને આ નિર્ણય બદલ વડાપ્રધાન મોદીને સલામ પણ કર્યા હતાં. જો કે હવે અભિનેતાએ નોટબંધીને સમર્થન આપવા બદલ માફી માગી છે. કમલ હસને જણાવ્યું છે કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી […]

India

ચેન્નાઇ,

સાઉથના દિગ્ગજ અભિનેતા કમલ હસને ગયા વર્ષે નોટબંધી માટે મોદીને સલામ કર્યા હતા તેમના આ નિર્ણયને આવકાર્યો હતો અને નોટબંધીને સમર્થન આપતા અભિનેતા કમલ હાસને આ નિર્ણય બદલ વડાપ્રધાન મોદીને સલામ પણ કર્યા હતાં.

જો કે હવે અભિનેતાએ નોટબંધીને સમર્થન આપવા બદલ માફી માગી છે. કમલ હસને જણાવ્યું છે કે જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ નોટબંધી અંગે માફી માગે તો હું તેમને ફરીથી સલામ કરીશ. કમલ હસનની આ ટિપ્પણી તામિલ મેગેઝિનની એક કોલમમાં છાપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે નવેમ્બરમાં જ્યારે ૫૦૦ અને ૧૦૦૦ રૃપિયાની નોટ રદ કરવામાં આવી હતી ત્યારે કમલ હસને ટ્વિટર પર જણાવ્યું હતું કે મોદીને સલામ. તો હસનની આ ટ્વિટે રાજકીય  વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી હતી.