Haryana/ ગુડગાંવમાં 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કરી માર્યો ઢોરમાર, ત્રણ ફરાર આરોપીની તપાસ

હરિયાણાના ગુડગાંવમાં ત્રણ શખ્સોએ એક 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કરી તેને ઢોર માર મારતા ચકચાર મચી છે. પોલીસે આ સંદરેભે ગુનો નોંધીને ફરાર આરોપીઓની શોધ શરૂ કરી છે.

India
દુષ્કર્મ

@નિકુંજ પટેલ

હરિયાણાના ગુડગાંવમાં ત્રણ શખ્સોએ એક 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કરી તેને ઢોર માર મારતા ચકચાર મચી છે. પોલીસે આ સંદર્ભે ગુનો નોંધીને ફરાર આરોપીઓની શોધ શરૂ કરી છે.

આ બનાવની વિગત મુજબ ગુડગાંવમાં ત્રણ શખ્સોએ 13 વર્ષની સગીરાનું અપહરણ કર્યું હતું બાદમાં તેની પર દુષ્કર્મ કર્યું. આ અંગે સગીરાની એક ખાનગી કંપનીમાં કામ કરતી માતાએ ગુડગાંવના પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સગીરાની માતાની ફરિયાદ મુજબ 13 ડિસેમ્બરના રોજ આ બનાવ બન્યો હતો. ફરિયાદ મુજબ તેની દિકરી તેના ભાઈને જમવાનું આપીને પરત આવી રહી હતી ત્યારે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું.

મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે તેની દિકરીને આરોપીઓ સુમસામ જગ્યાએ લઈ ગયા હતા. જ્યાં તેમણે તેની પર દુષ્કર્મ ગુજાર્યો હતો એટલું જ નહી તેને બેરહીમીથી મારઝુડ પણ કરી હતી. ત્યારબાદ આરોપીઓ સગીરાને કચરાના ઢગલા પાસે તરછોડીને ભાગી ગયા હતા.

મહિલાએ ફરિયાદમાં જણાવ્યું છે કે સાંજે તેને જ્યારે ખબર પડી ત્યારે તે ઘટનાસ્થળે પહોંચી હતી. તેણે જોયું તો તેની દિકરી લોહીલુહાણ હાલતમાં પડી હતી. દિકરીને પુછતા તેણે તેની માતાને કહ્યું હતું કે ત્રણ યુવકોએ પહેલા તેનું અપહરણ કર્યું હતું અને બાદમાં દુષ્કર્મ કરીને ઢોરમાર માર્યો હતો.

પોલીસે આઈપીસીની વિવિધ કલમો અને પોક્સો કલમ હેઠળ આરોપીઓ વિરૃધ્ધ ગુનો દાખલ કર્યો હતો. એક ઉચ્ચ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ ફરિયાદ નોંધાયા બાદ હાલમાં પોલીસ આરોપીઓને શોધી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દર્દનાક હત્યા/બિહારમાં મંદિરના પુજારીની કરપીણ હત્યાથી ચકચાર, જીભ અને ગુપ્તાંગ કાપી ચહેરો…

આ પણ વાંચો:pm narendra modi/PM મોદીએ અમેરિકામાં પન્નુની હત્યાના ષડયંત્ર પર પહેલીવાર બોલ્યા, ખાલિસ્તાની આતંકવાદ માટે પશ્ચિમી દેશો…

આ પણ વાંચો:mgnrega/મનરેગા ફંડને લઈને મમતા બેનર્જી આજે PM મોદીને મળ્યા, TMCના 10 સાંસદો પણ રહ્યા હાજર