કોરોના/ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા કોરોના પોઝિટિવ, ટ્વિટ કરી આપી માહિતી

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા કોરોનાથી સંક્રમિત થયા છે. સિંધિયાએ પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી છે

Top Stories India

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા કોરોનાથી સંક્રમિત થયા છે. સિંધિયાએ પોતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે સંપર્કમાં આવેલા લોકોને કોરોના ટેસ્ટ કરાવવા અપીલ કરી છે.કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ટ્વિટ કર્યું કે હું તમને બધાને જણાવવા માંગુ છું કે ડોક્ટરોની સલાહ પર કરવામાં આવેલી કોવિડ-19ની તપાસમાં મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું તમને બધાને વિનંતી કરું છું કે છેલ્લા કેટલાક દિવસોમાં જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે, તેઓએ નજીકના આરોગ્ય કેન્દ્રમાં જઈને પોતાની તપાસ કરાવવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા મંગળવારે બીજેપીના સ્ટેટ કોર ગ્રૂપની બેઠકમાં સામેલ થયા હતા પરંતુ અચાનક સ્વાસ્થ્યના કારણોસર થોડા સમય બાદ બેઠક છોડી દીધી હતી. બીજેપી અધિકારીઓએ કહ્યું હતું કે સિંધિયા તાવથી પીડિત છે. જો કે, તેમની બેઠકમાંથી વિદાયને લઈને ઘણી ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ હતી. હવે કેન્દ્રીય મંત્રીએ ખુદ ટ્વીટ કરીને કોરાના સંક્રમિત થવાની માહિતી આપી છે.

જ્યોતિરાદિત્ય સિંધિયા મંગળવારે બીજેપીના સ્ટેટ કોર ગ્રૂપની બેઠકમાં સામેલ થયા હતા પરંતુ અચાનક સ્વાસ્થ્યના કારણોસર થોડા સમય બાદ બેઠક છોડી દીધી હતી. બીજેપી અધિકારીઓએ કહ્યું હતું કે સિંધિયા તાવથી પીડિત છે. જો કે, તેમની બેઠકમાંથી વિદાયને લઈને ઘણી ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ હતી. હવે કેન્દ્રીય મંત્રીએ ખુદ ટ્વીટ કરીને કોરાના સંક્રમિત થવાની માહિતી આપી છે.