Not Set/ ડ્રાઇવિંગ લાયસન્સ ભૂલી ગયા છો ઘરે, તો પણ આ કારણે નહિ કપાય ચલણ

જો તમે જલ્દી-જલ્દીમાં ડ્રાઇવિંગ લાઇસન્સ અને આરસી બુક ઘરે ભૂલી ગયા છો, તો ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે હવે પોલીસ આપનું ચલણ નહિ કાપી શકે. સરકારે લાઇસન્સની હાર્ડ કોપી સાથે રાખવાની અનનિવાર્યતા ખતમ કરી નાખી છે. આ માટે જરુરી દસ્તાવેજની કોપી ડિજિટલ લોકરમાં રાખવી પડશે. ટ્રાફિક પોલીસ તેમજ અન્ય એજન્સીઓ આ દસ્તાવેજની જરૂર પડવા પર  […]

Top Stories India
41926 ડ્રાઇવિંગ લાયસન્સ ભૂલી ગયા છો ઘરે, તો પણ આ કારણે નહિ કપાય ચલણ

જો તમે જલ્દી-જલ્દીમાં ડ્રાઇવિંગ લાઇસન્સ અને આરસી બુક ઘરે ભૂલી ગયા છો, તો ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે હવે પોલીસ આપનું ચલણ નહિ કાપી શકે. સરકારે લાઇસન્સની હાર્ડ કોપી સાથે રાખવાની અનનિવાર્યતા ખતમ કરી નાખી છે. આ માટે જરુરી દસ્તાવેજની કોપી ડિજિટલ લોકરમાં રાખવી પડશે. ટ્રાફિક પોલીસ તેમજ અન્ય એજન્સીઓ આ દસ્તાવેજની જરૂર પડવા પર  ડિજિલોકર એપ દ્વારા ચકાસી શકાશે.

આઇટી એક્ટના પ્રવધાનોનો હવાલો આપતા પરિવહન મંત્રાલયે ટ્રાફિક પોલીસ અને રાજ્યોના પરિવહન વિભાગોને કહ્યું છે કે લાઇસન્સ, રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ અને ઇન્સ્યોરન્સ પેપર જેવા દસ્તાવેજોની ઓરીજીનલ કોપી ખરાઈ કરવા માટે ન માંગવામાં આવે. મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે ડિજિલોકર અથવા એમપરિવહન એપ પર મુકવામાં આવેલી ઇલેક્ટ્રોનિક કોપી આ માટે માન્ય રહેશે.  આનો મતલબ એ છે કે ટ્રાફિક પોલીસ હવે આપની પાસે રહેલા મોબાઈલમાંથી ડ્રાઈવર અથવા વાહનની જાણકારી ડેટાબેઝમાંથી વાપરી શકે છે.

DigiLocker 1 e1533887902241 ડ્રાઇવિંગ લાયસન્સ ભૂલી ગયા છો ઘરે, તો પણ આ કારણે નહિ કપાય ચલણ

ડિજિટલ રૂપમાં દસ્તાવેજોને સાચવવા માટેની સુવિધા કેન્દ્ર સરકાર દ્વારા પુરી પાડવામાં આવી રહી છે. આ સુવિધાનો ઉપયોગ કરીને લોકો વિભિન્ન સરકારી સંસ્થાઓ દ્વારા જારી કરવામાં આવેલા દસ્તાવેજોની જરૂર પડવા પર ઉપયોગ કરી શકે છે. ઈ-સાઈનિંગ દ્વારા જાતે પ્રમાણિત પણ કરી શકો છો. ડિજિલોકર પર હાલમાં 76 લાખ લોકો રજીસ્ટર થઇ ચુક્યા છે.

ડિજિટલ લોકર અથવા ડીજીલોકરનો ઉપયોગ કરવા માટે આપના આધાર કાર્ડ નંબર માંગવામાં આવશે. ત્યારબાદ બે વિકલ્પો યુઝર વેરિફિકેશન માટે આપવામાં આવશે. પહેલો વિકલ્પ ઓટીપી પર ક્લિક કરતા આપના આધાર કાર્ડમાં આપવામાં આવેલા નંબર પર પાસવર્ડ આવશે. જો આપ બીજો વિકલ્પ પસંદ કરો છો, તો એમાં આપની આંગળીઓના નિશાન પાર અંગુઠાનું નિશાન લગાવવાનું રહેશે. જો નીશાન સાચું હશે તો આપનું યુઝર વેરિફિકેશન થઇ જશે.