કચ્છ/ સામાન્ય સભામાં સતાપક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે હોબાળો, આ મુદ્દે ભાજપના સદસ્યનો બફાટ

કચ્છ જિલ્લા પંચાયતની આજે ગુરુવારે સામાન્ય સભા યોજાઇ હતી. જેમાં સરકારે ૬ માસ અગાઉ જાહેર કરેલ ૫૦૦ કરોડની સહાય મુદ્દે સતાપક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે હોબાળો થયો હતો.

Gujarat Others
સામાન્ય સભામાં

કચ્છની સામાન્ય સભામાં સત્તાપક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે હોબાળો મચ્યો.કચ્છ ભાજપના જિલ્લા પંચાયતના સદસ્યે વિવાદીત ટિપ્પણી કરતા સભામાં હોબાળો થયો હતો.પશુપાલકોને જાહેર કરવામાં આવેલી 500 કરોડની સહાય મુદ્દે હોબાળો થયો હતો. વિપક્ષે સત્તાપક્ષ અનેક મુદ્દાઓને લઈને ઘેરી હતી.

કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ અને ડીડીઓના પ્રમુખ સ્થાને મળેલી સામાન્ય સભામાં તમામ સદસ્યો હાજર રહ્યા હતા. આ સામાન્ય સભામાં કચ્છના વિવિધ પ્રશ્નો અંગે વિપક્ષ દ્વારા ધારદાર રજૂઆતો કરાઇ હતી. જેમાં ભારે વરસાદના કારણે તૂટી ગયેલા રસ્તાઓ બાબતે જિલ્લા પંચાયત પ્રમુખે ઠરાવ મંજૂર કર્યા હતાં તો સાથસાથ સિંચાઈના કામોને પણ સભામાં બહાલી આપવામાં આવી હતી.

સરકારે પાંજરાપોળ માટે ૬ માસ અગાઉ જાહેર કરેલ ૫૦૦ કરોડની સહાયનો મુદ્દો વિરોધ પક્ષે ઉઠાવતા ભાજપના જિલ્લા પંચાયતના સદસ્ય મહેન્દ્ર ગઢવીએ વિવાદીત ટીપ્પણી કરી વિપક્ષી નેતા મામદ જત પર શાબ્દિક પ્રહાર કરતા કહ્યું હતું કે, ગૌવંશ નામે કોંગ્રેસ રાજનીતિ બંધ કરે. તેમ આજે યોજાયેલી સામાન્ય સભામાં સતાપક્ષ અને વિપક્ષ પુન: આમને સામને રહ્યા હતા.

આ પણ વાંચો:ત્રણ મહિના પહેલા એડવોકેટનાં બંગલામાંથી થયેલી ચોરીનો આ રીતે ઉકેલાયો ભેદ

આ પણ વાંચો:અહીં નવરાત્રી દરમિયાન ચણીયા ચોલી અને સાડી પહેરીને ગરબા કરે છે પુરુષો, સદીઓ જૂની છે આ પરંપરા

આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ, વંદે ભારત એક્સપ્રેસને બતાવશે લીલી ઝંડી