Not Set/ અમદાવાદમાં તમાકુ- ગુટખાની ધૂમ કાળાબજારી, દુકાનદારોને ઘી કેળા

અમદાવાદમાં કોરોનાના કારણે અત્યારે જે ભયાનક માહોલ સર્જાયો છે તેના કારણે પ્રશાશનના ધબકારા સતત વધી રહયા છે. રાજ્યમાં રોજના 5000 નવા કેસો આવી રહ્યા છે.મૃત્યુઆંકની જો વાત કરીએ તો , ગઈ કાલે જ રાજ્યમાં 24 કલાકની અંદર 47 લોકોના મોત થયાનું રેકોર્ડ સરકારી ચોપડે દાખલ થયું હતું.રાજ્યમાં મહાનગરોમાં તો કોરોનાંને લીધે પરિસ્થતિ ખરાબ છે જ […]

Ahmedabad Gujarat
કાળા બજારી અમદાવાદમાં તમાકુ- ગુટખાની ધૂમ કાળાબજારી, દુકાનદારોને ઘી કેળા

અમદાવાદમાં કોરોનાના કારણે અત્યારે જે ભયાનક માહોલ સર્જાયો છે તેના કારણે પ્રશાશનના ધબકારા સતત વધી રહયા છે. રાજ્યમાં રોજના 5000 નવા કેસો આવી રહ્યા છે.મૃત્યુઆંકની જો વાત કરીએ તો , ગઈ કાલે જ રાજ્યમાં 24 કલાકની અંદર 47 લોકોના મોત થયાનું રેકોર્ડ સરકારી ચોપડે દાખલ થયું હતું.રાજ્યમાં મહાનગરોમાં તો કોરોનાંને લીધે પરિસ્થતિ ખરાબ છે જ જોડે નાના મોટા તાલુકા અને જિલ્લામાં કોરોનાનો આતંક ખુબજ વધારે જોવા મળી રહ્યો છે.

રાજ્યની પરિસ્થિતિને કાબુમાં લેવા માટે સરકારે સામ , દામ , દંડ, ભેદ સહીત ચારેય માર્ગો અપનાવ્યા છે. અમદાવાદમાં પણ કોરોનાના વધી રહેલા કેસોને ઘટાવવા માટે પાનના ગલ્લાને હુકમ ન મળે ત્યાં સુધી બંધ રાખવાનું પ્રશાશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યું હતું. પ્રશાશન દ્વારા લેવાયેલા નિર્ણયનું અમલ શહેરમાં કેટલી હદે સફળ ગયું છે તે શહેરમાંથી મળી રહેલી માહિતીઓને આધારે લોકોજ નક્કી કરી શકે છે.

અમદાવાદમાં અત્યારે દિવસે પાનના ગલ્લા સંપૂર્ણ બંધ છે, તેમ છતાં શહેરના કોટ વિસ્તારમાં ખાસ કરીને દાણીલીમડા, બહેરામપુરા , કાલુપુર, શાહપુર, જમાલપુર અને દરિયાપુરવિસ્તારમાં કેટલાક પાનના ગલ્લા બંધ બારણે ચાલુ છે તો કેટલાક પાનના ગલ્લા પોલીસના ખોફ વિના બિન્દાસ્ત ચાલુ છે.

આવા ગલ્લાના માલિકો સરકારની ગાઈડ લાઈનની પરવાહ કર્યા વિના તમ્બાકુ અને ગુટખાની બેફામ કાળા બજારી કરી રહ્યાં છે. તમ્બાકૂ અને ગુટખાની એમ આર પી કરતા બે ગુણી કિંમત તેઓ ગ્રાહક પાસેથી વસૂલી રહ્યા છે.

આરએમડી ( જૂની કિંમત 7 RS ) ( કાળા બજારીમાં કિંમત 15 RS )
તાનસેન ( જૂની કિંમત 5 RS ) ( કાળા બજારીમાં કિંમત 10 RS )
વિમલ ( જૂની કિંમત 5 RS ) ( કાળા બજારીમાં કિંમત 10 RS )
પાન વિલાસ ( જૂની કિંમત 5 RS ) ( કાળા બજારીમાં કિંમત 10 RS )
મિરાજ ( જૂની કિંમત 10 RS ) ( કાળા બજારીમાં કિંમત 20 RS )

ઉપર જણાવેલ ભાવો દુકાનદારો વસૂલી રહ્યા છે અને સરકારી ગાઈડ લાઇનનું બિન્દાસ્ત પણે ઉલ્લઘન કરી રહ્યા છે.આ સમાચાર સાંભળ્યા બાદ એવું લાગી રહ્યું છે કે પોલીસની આવા દુકાનદારોની ઉપર રહેમ નજર છે કે પછી આવા દુકાનદારોની સામે પોલીસને કાર્યવાહી કરવામાં આળસ આવી રહી છે?