Not Set/ DelhiResult2020/ AAP MLA નરેશ યાદવનાં કાફલા પર હુમલો કરનારની પોલીસે કરી ધરપકડ

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જીત બાદ મંદિરમાંથી પરત ફરી રહેલા આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય નરેશ યાદવનાં કાફલા પર હુમલો થયા હોવાના કલાકો પછી પોલીસે એક હુમલાખોરની ધરપકડ કરી હતી. તપાસ બાદ દિલ્હી પોલીસે એક હુમલાખોરની ધરપકડ કરી છે. આ ઘટના બાદ દક્ષિણ દિલ્હીનાં એડિશનલ ડીસીપી ઇંજીત પ્રતાપ સિંહે મીડિયાને તપાસ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું […]

Top Stories India
default DelhiResult2020/ AAP MLA નરેશ યાદવનાં કાફલા પર હુમલો કરનારની પોલીસે કરી ધરપકડ

દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં જીત બાદ મંદિરમાંથી પરત ફરી રહેલા આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય નરેશ યાદવનાં કાફલા પર હુમલો થયા હોવાના કલાકો પછી પોલીસે એક હુમલાખોરની ધરપકડ કરી હતી. તપાસ બાદ દિલ્હી પોલીસે એક હુમલાખોરની ધરપકડ કરી છે. આ ઘટના બાદ દક્ષિણ દિલ્હીનાં એડિશનલ ડીસીપી ઇંજીત પ્રતાપ સિંહે મીડિયાને તપાસ વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, આ હુમલામાં આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય નરેશ યાદવ નિશાન બન્યા નહોતા.

દિલ્હી પોલીસે આપેલી માહિતી અનુસાર આ ફાયરિંગમાં જે વ્યક્તિનું મોત નીપજ્યું તે હુમલાખોરનાં નિશાના પર હતો. ગોળીબારમાં 1 નાં મોતની પુષ્ટિ દિલ્હી પોલીસે કરી છે. પોલીસ એજિશન ડીસીપી દ્વારા માહિતી આપતા જણાવ્યું હતું કે, પરસ્પર દુશ્મનાવટનાં કારણે હુમલો કરનારાએ ગોળીબાર કર્યો હતો અને તેનો લક્ષ્ય તે વ્યક્તિ હતો જેને ગોળી વાગીને તેનું મોત નીપજ્યું હતું. આ વ્યક્તિનું નામ અશોક માન હોવાનું સામે આવી રહ્યું છે. દિલ્હી પોલીસે આ કેસમાં આરોપીની અટકાયત કરી છે.

દિલ્હી પોલીસનાં જણાવ્યા અનુસાર તપાસમાં અત્યાર સુધીમાં ખુલાસો થયો છે કે ત્યાં એક જ હુમલો કરનાર હતો. તેણે મૃતક અશોકને નિશાનો બનાવીને ગોળી મારી દીધી હતી. વળી, 8 થી વધુ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યુ છે, જેમાં મૃતક અશોકને 5 ગોળી વાગી હતી, જ્યારે 2 ગોળી ઈજાગ્રસ્ત હરેન્દ્રને વાગી હતી. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે અને આ ઘટના પાછળનું કારણ જાણવા પ્રયાસ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.