Not Set/ જુઓ જાતિવાદના રાજકારણમાં ધર્મનો મુદ્દો સાવ હાંસિયામાં -22 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર આવુ બન્યુ

ગુજરાતની આ વખતની ચૂંટણીમાં જાતિવાદનું રાજકારણ ખેલાઇ રહ્યુ છે અને પાટીદાર, ઓબીસી, દલિત ફેક્ટરને મહત્વ અપાઇ રહ્યુ છે ત્યારે એમ સ્પષ્ટપણે કહી શકાય છે કે આ વખતે ધર્મનો મુદ્દો સાવ હાંસિયામાં ધકેલી દેવાયો છે. આ વખતની ચૂટણીમાં મુસ્લિમ મતદારોની કોઇ ગણતરી જ ના હોય તે રીતે તેમને સાઇડલાઇન કરી દેવાયા છે. કોંગ્રેસ કે ભાજપ બંનેમાંથી […]

Top Stories
gujrat election જુઓ જાતિવાદના રાજકારણમાં ધર્મનો મુદ્દો સાવ હાંસિયામાં -22 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર આવુ બન્યુ

ગુજરાતની આ વખતની ચૂંટણીમાં જાતિવાદનું રાજકારણ ખેલાઇ રહ્યુ છે અને પાટીદાર, ઓબીસી, દલિત ફેક્ટરને મહત્વ અપાઇ રહ્યુ છે ત્યારે એમ સ્પષ્ટપણે કહી શકાય છે કે આ વખતે ધર્મનો મુદ્દો સાવ હાંસિયામાં ધકેલી દેવાયો છે. આ વખતની ચૂટણીમાં મુસ્લિમ મતદારોની કોઇ ગણતરી જ ના હોય તે રીતે તેમને સાઇડલાઇન કરી દેવાયા છે. કોંગ્રેસ કે ભાજપ બંનેમાંથી કોઇ પણ પક્ષ તેમનું નામ લેવા ખાતર પણ નામો ઉલ્લેખ કરતા નથી. છેલ્લા 22 વર્ષના ઇતિહાસમાં આવું પહેલી વાર બન્યુ છે કે મુસ્લિમ મતદારો કોંગ્રેસ કે ભાજપમાંથી કોઇ પણ પક્ષના એજન્ડામાં સામિલ નથી. ભાજપે તો આ વખતે એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકીટ પણ ફાળવી નથી અને કોંગ્રેસ તરફથી પણ 182 બેઠકોમાંથી માત્ર છ મુસ્લિમ ઉમેદવારોને ટિકીટ આપવામાં આવી છે. ગુજરાતમાં મુસ્લિમોની વસતી આશરે 10 ટકા છે અને 25 જેટલી બેઠકો ઉપર મુસ્લિમ મતદારો મહત્વની ભૂમિકા અદા કરે છે એટલે કે તેઓ ઉમેદવારને જિતાડવા કે હરાવવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરે છે. આમ છતાં રાજકારણમાં તેમને હાસિયામાં ધકેલી દેવાયા છે. 2012ની ચૂંટણીમાં પણ માત્ર બે મુસ્લિમ ધારાસભ્ય ચૂંટાયા હતા. ગુજરાતના છેલ્લા ત્રણ દશકના ઇતિહાસ પર નજર નાખીએ તો છેલ્લે 1980માં સૌથી વધુ 12 મુસ્લિમ ધારાસભ્યો ચૂટાયા હતા. એ પછી 85થી તેમની સંખ્યામાં સતત ઘટાડો નોંધાયો છે