ગમખ્વાર અકસ્માત/ ધોરાજી ભાદર નદીના પુલ પરથી કાર નીચે ખાબકતા ચાર લોકોના કરુણ મોત

રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ધોરાજી ભાદર-2 નદીના પુલ ઉપરથી એક કાર નીચે ખાબકી છે.

Top Stories Rajkot Gujarat Breaking News
YouTube Thumbnail 2024 04 10T115704.555 ધોરાજી ભાદર નદીના પુલ પરથી કાર નીચે ખાબકતા ચાર લોકોના કરુણ મોત
  • રાજકોટ ધોરાજીમાં અકસ્માત- 4 ના મોત
  • ભાદર નદીમાં કાર ખાબકતા સર્જાઈ કરુણાંતિકા
  • માંડાસણથી ધોરાજી તરફ  જતી વખતે બની ઘટના
  • અકસ્માતમાં ત્રણ મહિલા ,એક યુવકનું મોત

Rajkot News: રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ધોરાજી ભાદર-2 નદીના પુલ ઉપરથી એક કાર નીચે ખાબકી છે.આ ઘટનામાં કારમાં સવાર ચાર લોકોના મોત થયા છે. જોકે, હાલ પોલીસ તપાસ કરી રહી છે. કારમાં મુસાફરી કરી રહેલા ધોરાજી શહેર ભાજપના પુર્વ ઉપપ્રમુખ દિનેશભાઈ ઠુમ્મર અને કારમાં અન્ય ત્રણ મહિલા મળી કુલ ચાર વ્યકિતના કરૂણ મોત નીપજ્યા છે.

મળતી માહિતી અનુસાર, કાર ઉપલેટાથી ધોરાજી તરફ આવી રહી હતી એ દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં મૃતક દિનેશભાઈ ઠુમર ધોરાજી શહેર ભાજપના પૂર્વ ઉપપ્રમુખ તરીકે રહી ચૂકયા છે. આજે સવારે કલારીયા ગામથી તેમના પરિવારજનો સાથે ધોરાજી તરફ આવી રહ્યા હતા ત્યારે ભાદર નદીના પૂલ પર તેમની કારનું ટાયર ફાટતાં ગાડી પુલ તોડીને સીધી નદીમાં ખાબકી હતી. તેમની સાથે રહેલા ત્રણ બહેનો અને દિનેશભાઈનું અકસ્માતમાં ઘટના સ્થળે જ મૃત્યુ નીપયું હતું.

તરવૈયાઓની મદદથી લાશોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ધોરાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ધોરાજી પોલીસ ઘટના સ્થળે દોડી આવી કાર્યવાહી હાથ ધરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં ભાજપના પાટીદાર નેતા પરષોત્તમ રૂપાલાના નિવેદન પર ક્ષત્રિય સમાજ કેમ થયો ગુસ્સે, જાણો કારણ

આ પણ વાંચો:ગુજરાત પોલીસના જવાનને જજનું અપમાન કરવું પડ્યું ભારે, જાણો શું છે આ મામલો

આ પણ વાંચો:ભરૂચ બની હોટ સીટ, વસાવા વચ્ચે જોવા મળશે ત્રિકોણીય જંગ

આ પણ વાંચો:લાઇસન્સધારકોને શસ્ત્રો સોંપી દેવાના કલેકટરના આદેશને હાઇકોર્ટમાં પડકારાયો