Not Set/ પ્રયાગરાજ/ આચાર્યનાં રૂમમાં છુપાયેલા શિક્ષકને વિદ્યાર્થીઓએ બહાર નિકાળી માર્યો ઢોર માર

પ્રયાગરાજમાં એક શિક્ષકને ઢોર માર મારતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સોરાંવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી આદર્શ જનતા ઇન્ટર કોલેજ શાસ્ત્રી નગર બલકનપુરમાં મંગળવારે ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ તેમના સાથીદારો સાથે કોલેજમાં પ્રવેશ કરતા તોડફોડ કરી અને શિક્ષકને ખૂબ માર માર્યો હતો. પોતાનો જીવ બચાવવા શિક્ષક આચાર્યનાં રૂમમાં ઘુસી ગયા. અંદરથી દરવાજો અને બારી બંધ કરી […]

Top Stories India
Prayagraj પ્રયાગરાજ/ આચાર્યનાં રૂમમાં છુપાયેલા શિક્ષકને વિદ્યાર્થીઓએ બહાર નિકાળી માર્યો ઢોર માર

પ્રયાગરાજમાં એક શિક્ષકને ઢોર માર મારતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. સોરાંવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી આદર્શ જનતા ઇન્ટર કોલેજ શાસ્ત્રી નગર બલકનપુરમાં મંગળવારે ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓએ તેમના સાથીદારો સાથે કોલેજમાં પ્રવેશ કરતા તોડફોડ કરી અને શિક્ષકને ખૂબ માર માર્યો હતો. પોતાનો જીવ બચાવવા શિક્ષક આચાર્યનાં રૂમમાં ઘુસી ગયા. અંદરથી દરવાજો અને બારી બંધ કરી દીધી. પરંતુ બદમાશોએ બારી-બારણા તોડી શિક્ષકને બહાર નિકાળી દીધા અને લાકડીઓ વડે નિર્દયતાથી માર માર્યો હતો. માર માર્યા પછી શિક્ષક બેભાન થઈ ગયા હતા.

teacher પ્રયાગરાજ/ આચાર્યનાં રૂમમાં છુપાયેલા શિક્ષકને વિદ્યાર્થીઓએ બહાર નિકાળી માર્યો ઢોર માર

પોલીસનાં જણાવ્યા મુજબ કેટલાક લોકો કોલેજમાં બાળકોની હેલ્થ ચેકઅપ કરવા માટે આવ્યા હતા. દરમિયાન એક સ્થાનિક વિદ્યાર્થીનું વજન આદિ વર્ગમાં કરાયું હતું. જ્યારે વિદ્યાર્થી બહાર આવ્યો ત્યારે તે અજાણતાં એક છોકરી ઉપર પડી ગયો. આ અંગે શાળામાં આવેલા શિક્ષક શિવા બાબુ શુક્લાએ દરમિયાનગીરી કરી હતી. જેને લઇને વિદ્યાર્થી ઘણો ગુસ્સે થઇ ગયો હતો.

આરોપ છે કે નારાજ વિદ્યાર્થી પોતાના ગામ ગયો હતો અને ત્યાંથી તેના પરિવાર સહિત ઘણા લોકોને બોલાવીને આવ્યો હતો. આ લોકોએ શાળાએ પહોંચ્યા બાદ હંગામો મચાવ્યો હતો. સ્થિતિની જાણ થતા જ શિક્ષક આચાર્યનાં રૂમમાં છુપાઇ ગયા હતા. જ્યા ઘુસીને આ લોકોએ શિક્ષકને બહાર કાઠ્યો અને બાદમાં તેને લાકડી અને ડંડ્ડાથી ઢોર માર માર્યો હતો. શિક્ષકને આ લોકોએ એટલો માર માર્યો કે તે બેફાન થઇ ગયા હતા. એક સામાન્ય બાબતે આટલો મોટો બવાલ કરવો વિદ્યાર્થી અને તેમના સાથીઓને કાયદાનાં કયા શિકંજામાં ફસાઇ શકે છે તેનો તેમને પણ ખ્યાલ નથી. જણાવી દઇએ કે, આ મામલે હજુ કોઇ ધરપકડ થઇ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.