Not Set/ બનાસકાંઠા: યોગ્ય દૂધના ભાવ ન મળતા હોવાનો પશુપાલકોનો આક્ષેપ

બનાસકાંઠા, બનાસ ડેરી દ્રારા કરવામાં આવેલી જાહેરાત ને ધાનેરા ના પશુ પાલકોએ ગણાવી ચૂંટણી લક્ષી હાલ પશુપાલકોને યોગ્ય દૂધ ના ભાવ ન મળતા હોવાનો પશુપાલકોનો આક્ષેપ છે. જો કે બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ મોટા ઉપાડે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, બનાસડેરી દરેક પશુપાલકોને પ્રતિ કિલો ફેટ પર 10 રૂપિયા નો વધારો આપશે જેથી પશુપાલકોને યોગ્ય […]

Gujarat Others Videos
mantavya 570 બનાસકાંઠા: યોગ્ય દૂધના ભાવ ન મળતા હોવાનો પશુપાલકોનો આક્ષેપ

બનાસકાંઠા,

બનાસ ડેરી દ્રારા કરવામાં આવેલી જાહેરાત ને ધાનેરા ના પશુ પાલકોએ ગણાવી ચૂંટણી લક્ષી હાલ પશુપાલકોને યોગ્ય દૂધ ના ભાવ ન મળતા હોવાનો પશુપાલકોનો આક્ષેપ છે.

જો કે બનાસડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ મોટા ઉપાડે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, બનાસડેરી દરેક પશુપાલકોને પ્રતિ કિલો ફેટ પર 10 રૂપિયા નો વધારો આપશે જેથી પશુપાલકોને યોગ્ય ભાવ દૂધના મળી રહેશે અન્ય ડેરીની સરખામણીમાં બનાસડેરી  વધુ દૂધના ભાવ આપી ને પશુપાલકો નફો કમાવવા માટે મક્કમ છે.

પશુપાલકોને દૂધમાં યોગ્ય ભાવ મળી રહે તે માટે બનાસ ડેરી યોગ્ય ભાવવધારો આપવા અગ્રીમ છે. પશુપાલકો મીડિયા સામે વાત કરતા કહ્યું હતું કે ડેરી ના ચેરમેને ચૂંટણીલક્ષી નહીં પણ પશુપાલક લક્ષી જહેરાત કરી ને પશુપાલકોની ચિંતા કરવાની જરૂર છે આ જાહેરાત માત્રને માત્ર પશુપાલકોને ડફોળ બનાવવા માટે કરવામાં આવી છે એવો આક્ષેપ કરવામાં આવ્યો છે.