Not Set/ કોરોનાવાયરસ/ મધ્ય પ્રદેશની એક હોસ્પિટલમાંથી વાયરસનો શંકાસ્પદ દર્દી ગુમ

મધ્ય પ્રદેશનાં છતરપુરની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કોરોનાવાયરસનો શંકાસ્પદ દર્દી અચાનક ગુમ થઈ ગયો હોવાનુ સામે આવી રહ્યુ છે. જે બાદ હોસ્પિટલ પરિસરમાં હંગામો મચી ગયો હતો. હોસ્પિટલમાંથી ગુમ થયેલ દર્દી મેડિકલનો વિદ્યાર્થી હતો, જે ચીનનાં વુહાનમાં અભ્યાસ કરીને ઘરે પરત આવ્યો હતો. કોરોનાવાયરસનાં શંકાસ્પદ દર્દીની બે દિવસ પહેલા નૌગાંવનાં કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં સારવાર ચાલી રહી […]

Top Stories India
Coronaviruss કોરોનાવાયરસ/ મધ્ય પ્રદેશની એક હોસ્પિટલમાંથી વાયરસનો શંકાસ્પદ દર્દી ગુમ

મધ્ય પ્રદેશનાં છતરપુરની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કોરોનાવાયરસનો શંકાસ્પદ દર્દી અચાનક ગુમ થઈ ગયો હોવાનુ સામે આવી રહ્યુ છે. જે બાદ હોસ્પિટલ પરિસરમાં હંગામો મચી ગયો હતો. હોસ્પિટલમાંથી ગુમ થયેલ દર્દી મેડિકલનો વિદ્યાર્થી હતો, જે ચીનનાં વુહાનમાં અભ્યાસ કરીને ઘરે પરત આવ્યો હતો. કોરોનાવાયરસનાં શંકાસ્પદ દર્દીની બે દિવસ પહેલા નૌગાંવનાં કમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં સારવાર ચાલી રહી હતી, ત્યારબાદ તેને જિલ્લા હોસ્પિટલનાં ખાસ વોર્ડમાં તપાસ માટે રાખવામાં આવ્યો હતો.

હાલમાં હોસ્પિટલમાંથી કોરોનાવાયરસનો શંકાસ્પદ દર્દી ગાયબ થતાં હોસ્પિટલ મેનેજમેન્ટ પરેશાન થઇ ગયુ છે. જણાવી દઇએ કે, કોરોનાવાયરસનો ચેપ ચીનનાં વુહાન શહેરથી શરૂ થયો જે હવે દુનિયાભરમાં ફેલાઇ રહ્યો છે, જેને રોકવા માટે દરેક દેશ પૂરતી સાવચેતી રાખી રહી છે, જણાવી દઇએ કે, જે દર્દી હોસ્પિટલથી ભાગ્યો છે તે છતરપુરનાં નૌગાંવનો અભિષેક રાજપૂત છે, જે ચીનમાં એમબીબીએસનો અભ્યાસ કરતો હતો. તે 20 દિવસ પહેલા ચીનથી ઘરે પરત આવ્યો હતો. અહી સૌથી નવાઇની વાત તો એ છે કે આ વાયરસ કેટલો ખતરનાક છે તે વિશે જાણ હોવા છતા હોસ્પિટલ તંત્ર કેટલુ ગંભીર હતુ તે આ દર્દીનાં હોસ્પિટલથી ભાંગી જવાથી સ્પષ્ટ ખ્યાલ આવી રહ્યો છે.

ચીનથી પરત થયા બાદથી જ આ વિદ્યાર્થીને ગળા અને શરદીની ફરિયાદ હતી. તેઓ શનિવારે નૌગાંવનાં આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે પહોંચ્યો હતો, તેને જિલ્લા હોસ્પિટલમાં બનાવવામાં આવેલા ખાસ આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. દર્દીને કોરોનાવાયરસની તપાસ માટે નમૂના લેવામાં આવવાનો હતો, પરંતુ તે રવિવારે સાંજે અચાનક ગાયબ થઈ ગયો, જે પછી હોસ્પિટલ વહીવટી તંત્રની ઉંઘ હરામ થઇ ગઇ હતી. છતરપુર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનાં ડોકટરો કહે છે કે, દર્દીમાં કોરોનાવાયરસ જેવા સ્પષ્ટ લક્ષણો નથી. તેમ છતાં, તેને સરકારની સૂચનાનાં આધારે દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો હતો. હવે તપાસ રિપોર્ટ બહાર આવ્યા બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે. આપને જમાવી દઇએ કે, ચીનમાં આ ચેપને કારણે 300 થી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.