Not Set/ ફિલ્મોમાં મહિલાઓની જાતીય સતામણી રોકવા મેનકા ગાંધીએ કરી અપીલ, પ્રોડ્યુસરોએ કેવો રીસપોન્સ આપ્યો,વાંચો

મુંબઇ મહિલા અને બાળ વિકાસ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ 2017માં બોલીવુડની 24 પ્રોડક્ષન કંપનીઓને વિનંતી કરી હતી કે તેઓ તેમની કંપનીમાં એન્ટી ચાઇલ્ડ હેરેસમેન્ટ સેલ બનાવે.મેનકા ગાંધીએ બોલિવૂડની પ્રોડક્શન કંપનીઓને મહિલા અને બાળકો સાથે થતી જાતીય સતામણી અંગે ઇન્ટર્નલ કમ્પ્લેઇન્ટ કમિટી (આઈસીસી) બનાવવાની અપીલ કરી હતી અને તેમની જાતીય દુર્વ્યવહારની ફરિયાદો અંગેની રિપોર્ટ મંત્રાલયને સુપરત […]

Top Stories Entertainment
mahi gg ફિલ્મોમાં મહિલાઓની જાતીય સતામણી રોકવા મેનકા ગાંધીએ કરી અપીલ, પ્રોડ્યુસરોએ કેવો રીસપોન્સ આપ્યો,વાંચો

મુંબઇ

મહિલા અને બાળ વિકાસ કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધીએ 2017માં બોલીવુડની 24 પ્રોડક્ષન કંપનીઓને વિનંતી કરી હતી કે તેઓ તેમની કંપનીમાં એન્ટી ચાઇલ્ડ હેરેસમેન્ટ સેલ બનાવે.મેનકા ગાંધીએ બોલિવૂડની પ્રોડક્શન કંપનીઓને મહિલા અને બાળકો સાથે થતી જાતીય સતામણી અંગે ઇન્ટર્નલ કમ્પ્લેઇન્ટ કમિટી (આઈસીસી) બનાવવાની અપીલ કરી હતી અને તેમની જાતીય દુર્વ્યવહારની ફરિયાદો અંગેની રિપોર્ટ મંત્રાલયને સુપરત કરવાની સૂચના આપી હતી.

જો કે 24 કંપનીઓમાંથી 7 પ્રોડક્ષન કંપનીઓએ આવો સેલ શરૂ કરવાની તૈયારી બતાવી હતી.મેનકા ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે એક જવાબદાર કાર્યકર તરીકે તમામ લોકો કાયદાનું પાલન કરવા બંધાયેલા છેહું તમામ બોલિવૂડ પ્રોડક્શન કંપનીઓને આવા અહેવાલો રજૂ કરવા અને તેમના દ્વારા રચાયેલી આંતરિક ફરિયાદ સમિતિમાં દાખલ કરેલી ફરિયાદોને અહેવાલ સુપરત કરવા વિનંતી કરું છું.

મેનકા ગાંધી કહે છે કે મેં બોલીવુડ પ્રોડક્ષન હાઉસને અપીલ કરી હતી કે તેઓ તેમની કંપનીમાં સેલ ઉભો કરે જેનાથી મહિલાઓ સુરક્ષિત મહેસુસ કરી શકે અને તેમની સાથે થતાં જાતીય દુર્વ્યવહાર અંગે ફરિયાદ પણ કરી શકે.

મેનકા ગાંધીએ 2017માં મહિલા અને બાળકો સાથે થતાં જાતીય દુર્વ્યવાસામે કડક કાર્યવાહી શરૂ કરી હતી.મિનિસ્ટરે ફિલ્મ સાથે સંકળાયેલા મેકર્સને પણ મહિલા અને બાળકો સાથે થતાં જાતીય દુરવ્યવહાર અંગે અભિયાન ચલાવવા અપીલ કરી હતી.આ મેકર્સમાં શાહરૂખ ખાનની રેડ ચીલ્લી પ્રોડક્ષન અને કરણ જોહરની ધર્મા પ્રોડક્ષન સામેલ હતી.

જે પ્રોડક્ષન હાઉસ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કમિટી બનાવવા તૈયાર થયા છે તેમાં યશરાજ ફિલ્મ,આમીર ખાન પ્રોડક્ષન,મુક્તા આર્ટ્સ, એક્સેલ એન્ટરટેઇનમેન્ટ,ફેન્ટમ ફિલ્મ્સ,ટી સીરીઝ અને દ્રશ્યમ ફિલ્મનો સમાવેશ થાય છે.