Not Set/ બે વાર ધારાસભ્ય રહેલા યુવા નેતા પુષ્કર ધામીએ સંભાળી ઉત્તરાખંડની કમાન

પુષ્કરસિંહ ધામિ ઉત્તરાખંડના 11 મા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ચાર મહિનામાં તે ત્રીજા મુખ્યમંત્રી બનશે. ચાર મહિના પહેલા મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતના રાજીનામા બાદ તિરથસિંહ રાવતે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.

Top Stories India
modi shah 10 બે વાર ધારાસભ્ય રહેલા યુવા નેતા પુષ્કર ધામીએ સંભાળી ઉત્તરાખંડની કમાન

પુષ્કરસિંહ ધામિ ઉત્તરાખંડના 11 મા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. ચાર મહિનામાં તે ત્રીજા મુખ્યમંત્રી બનશે. ચાર મહિના પહેલા મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતના રાજીનામા બાદ તિરથસિંહ રાવતે મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. અને હવે તિરથસિંહ રાવતનાં રાજીનામા બાદ મુખ્યમંત્રી તરીકે પુષ્કરસિંહ ધામીનું નામ નક્કી થયું હતું.

pushakar sinh 2 બે વાર ધારાસભ્ય રહેલા યુવા નેતા પુષ્કર ધામીએ સંભાળી ઉત્તરાખંડની કમાન

કોણ છે પુષ્કરસિંહ ધામી ?

ઉધમસિંહ નગરની ખતીમા વિધાનસભા બેઠકના બીજી વખત ધારાસભ્ય રહેલા પુષ્કરસિંહ ધામીને ઉત્તરાખંડના નવા મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા છે. 46 વર્ષીય ધામી એ ભાજપના યુવા નેતા છે અને ઉત્તરાખંડમાં બનેલા તમામ મુખ્યમંત્રીઓમાં સૌથી નાના છે. ધામીનો જન્મ 16 સપ્ટેમ્બર, 1975ના રોજ રાજ્યના પિથોરાગ જિલ્લામાં થયો હતો. તે એક લશ્કરી પરિવાર સાથે નાતો ધરાવે છે. તેઓ ત્રણ બહેનોનો ભાઈ છે. તેમના પિતા ભૂતપૂર્વ સૈન્ય અધિકારી હતા. ધામીનું પ્રારંભિક શિક્ષણ ગામમાં જ થયું અને તેમણે ઉચ્ચ શિક્ષણ લખનૌ યુનિવર્સિટીમાંથી પ્રાપ્ત કર્યું. પુષ્કર ધામી મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટ છે. ધામી ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને હાલમાં મહારાષ્ટ્ર અને ગોવાના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીની નજીકની ગણાય છે. પરંતુ તેમની છબી નિર્વિવાદ નેતાની રહી છે. ઉત્તરાખંડના વડા તરીકે ધામી માટે આટલું સરળ બનશે નહીં, કારણ કે તેમણે વરિષ્ઠ ધારાસભ્યો તેમજ અમલદારશાહી સાથે વ્યવસ્થિત રહેવું પડશે. સરકાર ચલાવવાનો ઓછો અનુભવ પણ ધામી માટે અવરોધ ઉભા કરી શકે છે.

pushkar sinh બે વાર ધારાસભ્ય રહેલા યુવા નેતા પુષ્કર ધામીએ સંભાળી ઉત્તરાખંડની કમાન

ધામી ABVP નેતાથી સીએમ પદ પર પહોંચ્યા હતા

પુષ્કરસિંહ ધામીએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી) માં વર્ષ 1990 થી 1999 સુધીમાં જિલ્લાથી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે વિવિધ હોદ્દાઓ સંભાળ્યા હતા. આ દરમિયાન તેમણે લખનૌમાં આયોજીત એબીવીપીની રાષ્ટ્રીય પરિષદમાં વિવિધ હોદ્દા પર તેમજ રાજ્ય પ્રધાન ઉપરાંત કન્વીનરની ભૂમિકા ભજવી હતી. ઉત્તરાખંડ રાજ્યની રચના પછી, ધામી સીએમ ભગતસિંહ કોશ્યારીના સલાહકાર હતા. પુષ્કર ધામી 2002 થી 2008 ની વચ્ચે સતત બે વાર ભારતીય જનતા યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ હતા. ધામી ઉત્તરાખંડ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. પુષ્કરસિંહ ધામી 2012 માં ખતીમાથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને ત્યારબાદ 2017 માં ફરીથી ચૂંટાયા હતા.

યુવાન હોવનો મળ્યો ફાયદો

એવું માનવામાં આવે છે કે પુષ્કરસિંહ ધામીના બહાના હેઠળ, ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ 2022 ની ચૂંટણી પહેલા યુવાનોને રાજકારણમાં ખેંચવા  મોટો દાવ રમ્યો છે. ધામી માત્ર 46 વર્ષના છે. 57 ધારાસભ્યો હોવા છતાં, ભાજપે ટૂંકસમયમાં ત્રણ મુખ્ય પ્રધાનો બદલ્યા. આવી સ્થિતિમાં, પાર્ટીને નાલેશીથી બચાવવા માટે ધામી ઉપર દાવ ખેલવામાં આવ્યો છે. ધામી પહેલાના બે મુખ્યમંત્રીઓ, ત્રિવેન્દ્રસિંહ રાવત અને તીરથસિંહ રાવત, ગઢવાલ થી હતા.