Not Set/ ના.મુખ્યમંત્રી નિતિન પટેલ અને મંત્રી ગણપત વસાવાના પુતળાનું હોળીમાં દહન

દાહોદમાં આદિવાસી પરિવાર દ્વારા નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ અને મંત્રી ગણપત વસાવાના પુતળાનું હોળીમાં દહન કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ દ્વારા આદિવાસી સમાજ અંગે ગૃહમાં કરેલ

Top Stories Gujarat Others
zem 2 9 ના.મુખ્યમંત્રી નિતિન પટેલ અને મંત્રી ગણપત વસાવાના પુતળાનું હોળીમાં દહન

દાહોદમાં આદિવાસી પરિવાર દ્વારા નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ અને મંત્રી ગણપત વસાવાના પુતળાનું હોળીમાં દહન કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ દ્વારા આદિવાસી સમાજ અંગે ગૃહમાં કરેલ ટીપ્પણીને લઈને આદિવાસી સમાજમાં રોષ  જોવા મળી રહ્યો છે. અને તેને પગલે આજ રોજ હોળીમાં બંને ના પુતળાનું દહન કરવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રુમાં ચર્ચા દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, “ક્રિકેટ સ્ટેડિયમમાં આદિવાસી સમાજ ક્યાં મેચ જુવે છે..?”  નીતિન પટેલના આ નિવેદન ઉપર વિધાનસભા ગૃહમાં આદિવાસી સમાજને થયેલ અન્યાય બાબતે સમાજના જ મંત્રી ગણપત વસાવાએ પણ મૌન ધારણ કર્યું હતું. અને કોઈ અવાજ નહિ ઉઠાવતા આદિવાસીઓ ગણપત વસાવા થી નારાજ થયા છે.

zem 2 10 ના.મુખ્યમંત્રી નિતિન પટેલ અને મંત્રી ગણપત વસાવાના પુતળાનું હોળીમાં દહન

અત્રે ઉલ્લેખનીય છે કે, ગૃહમાં  કોરોનાના રાજ્યમાં વધી રહેલા કેસ માટે વિપક્ષ સતત સરકારને ઘેરી રહ્યો હતો ત્યારે નિતિન પટેલે ઉલ્લેખ કરતા કહ્યુ કે, મહારાષ્ટ્રમાં ક્યા ક્રિકેટ મેચ રમાઈ હતી તેમ છતાં ત્યાં કેસ વધ્યા છે. મોદી સ્ટેડિયમમાં એકપણ આદિવાસી મેચ જાેવા આવ્યો નહતો તેમ છતાં આદિવાસી વિસ્તારમાં કેસ વધ્યા.

નિતિન પટેલના આદિવાસીઓ માટેના આ નિવેદનથી કોંગ્રેસના શૈલેષ પરમારે સીધો જ વાંધો ઉઠાવ્યો હતો. આ પ્રકારના નિવેદનથી આદિવાસી સમાજની લાગણી દુભાઈ હોવાનો મત શૈલેષ પરમારે વ્યક્ત કરતા જ આદિવાસી સમાજના ધારાસભ્યોએ પણ તેમને ટેકો આપી ગૃહમાંથી વોકઆઉટ કર્યો હતો. બીજી બાજુ નિતિન પટેલે સતત વિપક્ષને જવાબ આપવાનુ ચાલુ રાખ્યુ હતુ.

રાજય સરકારના મંત્રી ગણપત વસાવાએ કલમ 341, 342, 343 હિન્દુ મેસેજ એકટ બાબતે ગેર બંધારણીય કહી શકાય તેવી રજૂઆત કરતા આદિવાસી સમાજ માં રોષ છે. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ  તેમજ મંત્રી ગણપત વસાવા ના પુતળાને હોળી સાથે દહન કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો છે.