GIR SOMNATH NEWS/ ગીર સોમનાથમાં આવેલા સોમનાથ મંદિરના પાછળના ભાગમાં મેગા ડીમોલીસન હાથ ધરાયું,

ગીર સોમનાથ પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સોમનાથ નજીકના દરિયાકાંઠા વિસ્તારમાં બીજા તબક્કાની દબાણ હટાવો કામગીરી શરૂ કરી છે આજે વહેલી સવારથી જ સોમનાથ પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારી અને કર્મચારીઓએ

Gujarat Others
ગીર સોમનાથ

આજે સોમનાથ પોલીસે બીજા તબક્કામાં મરીન પોલીસ સ્ટેશન નજીક દરિયા કાંઠા વિસ્તારમાં સરકારી જમીન પર કરવામાં આવેલું દબાણ દૂર કરીને 17 વિઘા જેટલી જમીન પરથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને એસઆરપીની ટીમો સાથે પોલીસે દબાણ હટાવવાની કામગીરી કરી છે જેમાં કોઈ પણ અનિચ્છનીય ઘટનાને કાબુમાં કરી શકાય તે પ્રકારની તમામ વ્યવસ્થા સાથે જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ દબાણ દૂર કરી રહી છે

ગીર સોમનાથ પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સોમનાથ નજીકના દરિયાકાંઠા વિસ્તારમાં બીજા તબક્કાની દબાણ હટાવો કામગીરી શરૂ કરી છે આજે વહેલી સવારથી જ સોમનાથ પોલીસ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારી અને કર્મચારીઓએ મળીને પોલીસ સ્ટેશન નજીક દરિયાકાંઠા વિસ્તારમાં કરવામાં આવેલા કાચા પાકા દબાણોને દૂર કરીને 17 વીઘા જેટલી સરકારી જમીનને દબાણથી મુક્ત કરી છે દિવાળી પૂર્વે દબાણ હટાવવાની પ્રથમ તબક્કાની કામગીરી શરૂ કરાઈ હતી ત્યારે આજે ફરી એક વખત બીજા તબક્કાની દબાણ દૂર કરવાની કામગીરી શરૂ થઈ છે. આશરે 500 થી વધુ પોલીસ કર્મી એસપી, ડીવાય એસપી અને પીઆઈ સહિત બે એસ આરપીની  ટુકડી નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પાછલા કેટલાંક વર્ષોથી સોમનાથ અને વેરાવળ નો દરિયા કાંઠા નો વિસ્તાર કે જેની જમીન પડતર અથવા તો બિન ઉપયોગમાં હતી તેવી તમામ જમીનો પર દબાણ કરતાં ઈસમો દ્વારા તેમના કાચા પાકા બાંધકામો ઉભા કરીને સરકારી જમીન પર દબાણ કર્યું હતું

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સોમનાથ નજીક વિસ્તારમાં પણ ત્રણ હેકટર કરતાં વધારે સરકારી જમીનમાં કરવામાં આવેલું દબાણ દૂર કરાયું હતું, તેવી જ રીતે અહીં પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ની હાજરીમાં દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે દબાણ હટાવવાની કામગીરી આગામી દિવસો દરમિયાન પણ શરૂ રહી શકે છે. કોઈ પણ અનિચ્છનીય ઘટનાને ટાળી શકાય તે માટે પોલીસે તમામ તકેદારીના પગલાં સાથે સંયુક્ત રીતે દબાણ હટાવો ઓપરેશન શરૂ કર્યું છે. દબાણ હટાવવાની કામગીરીમાં વહીવટી તંત્રની સાથે પોલીસની ટીમ પણ ખડેપગે છે પોલીસ દ્વારા જે લોકોએ સરકારી જમીન પર દબાણ કર્યું છે તે તમામને નોટિસ ઈસ્યુ કરીને તેમનું દબાણ સ્વેચ્છાએ હટાવી લેવા માટે વિનંતી પણ કરી હતી જે પૈકીના 40% કરતાં વધુ દબાણકારોએ તેમનું દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કર્યું છે પરંતુ જે લોકોએ દબાણ દૂર કર્યું નથી તેને આજે પોલીસ અને વહીવટી તંત્ર દૂર કરી રહ્યું છે પોલીસે જે લોકોને નોટિસ આપી છે તેવા આસામીઓને જમવા સહિતની અનેક વ્યવસ્થાઓ સોમનાથ પોલીસ દ્વારા પૂરી પાડવામાં આવી છે અન્ય કોઈ અવ્યવસ્થા ન થાય તે માટે જિલ્લા પોલીસ દ્વારા વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે આજની કામગીરીથી અંદાજિત 17 વીઘા કરતા વધુ સરકારી જમીન પરનું દબાણ દૂર થાય તેવી પૂરી શક્યતા છે

હાલ જે દબાણ હટાવવામાં આવી રહ્યું છે તેમાં સરકારી જમીન અને સોમનાથ ટ્રસ્ટ નિં જમીન હોવાનું જાણવા મળે છે. એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે અહીં વિશાલ કોરિડોર આકાર પામી શકે છે અને સોમનાથ મંદિર ને વધુ જળહળતું બનાવાશે. જો કે એ વાત કેટલી સત્ય છે તે મામલે સોમનાથ ટ્રસ્ટ દ્વારા કોઈ ઑફિસયલ જાણકારી બહાર આવી નથી.

°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ



આ પણ વાંચો:Bribe Case/જૂનાગઢ પોલીસનો તોડબાજીનો નવો કીમિયો, એકાઉન્ટ ફ્રીઝ કરી અનફ્રીઝ કરવા ઉઘરાવાતી હતી રકમ

આ પણ વાંચો:Recruitment/ગાંધીનગર મનપા દ્વારા કલાર્કની ભરતી અંગે મહત્વનો નિર્ણય લેવાયો

આ પણ વાંચો:vadtal/વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવની કરવામાં આવશે ઉજવણી, 200 દીકરીઓને નોકરી અને જરૂરિયાતમંદોને મળશે મદદ