Not Set/ કોંગ્રેસનો તાજ ઉતાર્યા બાદ ગોવાામાં સોનિયા ગાંધીએ કર્યું સાઇકલીંગ

  ગોવા રાહુલ ગાંધીને કોંગ્રેસની કમાન સોંપ્યા બાદ સોનિયા ગાંધી હળવાશ અનુભવી રહ્યા હોય તેમ લાગે છે.  કોંગ્રેસના કાંટાળો તાજ કાઢ્યા પછી સોનિયા ગાંધી એકદમ રીલેક્સ મુડમાં ગોવામાં રજાઓ માણતા જોવા મળ્યા હતા. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી  26 ડિસેમ્બરથી ગોવામાં છે  અને તેઓ જાન્યુઆરીના  પ્રથમ વીકમાં પરત આવશે.નાતાલના તહેવારોમાં સોનિયા ગાંધીએ ગોવામાં સાઇકલિંગ કર્યું […]

India

 

ગોવા

રાહુલ ગાંધીને કોંગ્રેસની કમાન સોંપ્યા બાદ સોનિયા ગાંધી હળવાશ અનુભવી રહ્યા હોય તેમ લાગે છે.  કોંગ્રેસના કાંટાળો તાજ કાઢ્યા પછી સોનિયા ગાંધી એકદમ રીલેક્સ મુડમાં ગોવામાં રજાઓ માણતા જોવા મળ્યા હતા. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી  26 ડિસેમ્બરથી ગોવામાં છે  અને તેઓ જાન્યુઆરીના  પ્રથમ વીકમાં પરત આવશે.નાતાલના તહેવારોમાં સોનિયા ગાંધીએ ગોવામાં સાઇકલિંગ કર્યું હતું.સફેદ લોંગ કુર્તા અને બ્લેક શોર્ટ લેંગીન્સ પહેરીને સોનિયા ગાંધીને સાઇકલ સવારીનો આનંદ ઉઠાવ્યો હતો.સોનિયા ગાંધી સાઉથ ગોવાની લીલા હોટલમાં રોકાયા છે અને અહીં તેમણે ગોવાની સ્પેશિયલ ડીશનો સ્વાદ પણ માણ્યો હતો.સોનિયા ગાંધીની સાઇલીંગ કરતી તસ્વીર સોશિયલ મીડીયામાં ખાસી વાઇરલ થઇ હતી.

સોનિયા ગાંધી જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ હતા તો તેઓ કામના ભાર હેઠળ ઘણ રજાઓ રદ કરી દેતા હતા. પરંતુ હવે તેઓ પોતાના માટે સમય કાઢી રહ્યા છે.  અને તેઓએ રહેવા માટે લીલા હોટેલની પસંદગી કરી છે. કારણ કે આ હોટેલ એવી જગ્યા પર છે જ્યાં   એકદમ શાંત વાતાવરણ છે.  દિલ્લીમાં જ્યારે દીવાળી સમયે પ્રદૂષણનું વાતાવરણ હતું ત્યારે પણ સોનિયા ગાંધી આ હોટેલમાં થોડા દિવસ માટે રોકાયા હતા. કેટલાક લોકોએ તેમની સાથે  સેલ્ફી પણ લીધી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર સોનિયા ગોવામાં એકદમ રીલેક્સ મૂડમાં જોવા મળ્યા હતા અને તેમણે બ્રેકફાસ્ટના સમયે  શાંતિ પૂર્વક તેમના ટેબલ પર મસાસા ઢોંસા આવવાની રાહ જોઈ હતી.

ઉપરાંત સોનિયા ગાંધી આ સમયમાં પુસ્તકો વાંચવાનું પણ પસંદ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે  16 ડિસેમ્બરે  રાહુલને પાર્ટીની કમાન સોંપ્યા બાદ રાહુલ ગાંધી હવે કોંગ્રેસની ધૂરાં સંભાળી રહ્યા છે.

Around The Web