Not Set/ ઉદ્યોગજગત દ્ધારા કરવામાં આવતા દાનમાં 23 ટકાનો વધારો, આ ધનિકે કર્યું સૌથી વધુ દાન, જાણો અંબાણી કયા ક્રમે

ભારતમાં દાનનો મહિમા તો પહેલેથી જ છે પરંતુ ઉદ્યોગો દ્ધારા જે પરોપકાર કરવામાં આવે છે તેમા કોવિડના સમયમાં પણ વધારો થયો છે. દેશના મહાદાનીઓની યોદીમાં વિપ્રોના અઝિમ પ્રેમજી મોખરે રહ્યા છે. ખાનગી ક્ષેત્રના ઉદ્યોગપતિઓ દ્ધારા વર્ષ 2019-20માં દાનની રકમમાં 23 ટકાનો વધારો થયો છે. આ સમય દરમિયાન તેમણે પરોપકારી કાર્યો માટે 64,000 કરોડ રુપિયાનું દાન […]

India

ભારતમાં દાનનો મહિમા તો પહેલેથી જ છે પરંતુ ઉદ્યોગો દ્ધારા જે પરોપકાર કરવામાં આવે છે તેમા કોવિડના સમયમાં પણ વધારો થયો છે. દેશના મહાદાનીઓની યોદીમાં વિપ્રોના અઝિમ પ્રેમજી મોખરે રહ્યા છે. ખાનગી ક્ષેત્રના ઉદ્યોગપતિઓ દ્ધારા વર્ષ 2019-20માં દાનની રકમમાં 23 ટકાનો વધારો થયો છે. આ સમય દરમિયાન તેમણે પરોપકારી કાર્યો માટે 64,000 કરોડ રુપિયાનું દાન આપ્યું છે. મહત્વની વાત એ છે કે ધનાઢ્ય પરિવારો દ્વારા કરવામાં આવતા દાનની રકમમાં લગભગ ત્રણ ગણો વધારો થયો છે. નાણાકીય વર્ષ 2019-20માં દેશના ધનાઢ્ય પરિવારોએ 12,000 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.

Bain એન્ડ કંપની અને Dasra દ્વારા તૈયાર ઈન્ડિયા ફિલાન્થ્રોપી રિપોર્ટ 2021માં આ જાણકારી આપવામાં આવી છે. આ અહેવાલમાં જણાવાયું છે કે, ભારતમાં ખાનગી ક્ષેત્રમાં પરોપકાર વધી રહ્યો છે. જો કે વિદેશી,  કોર્પોરેટ અને નાના દાતાઓ દ્ધારા કરવામાં આવતું ફંડિંગ લગભગ સ્થિર થઇ ગયું છે, પરંતુ હાઈ નેટવર્થવાળા વ્યક્તિઓ (HNIs) અથવા પરિવારો દ્વારા ફંડમાં વધારો થઈ રહ્યો છે.

ખાનગી ક્ષેત્ર દ્વારા કરવામાં આવતા દાનમાં લગભગ ચોથો ભાગ વિદેશી દાતાઓનો રહ્યો છે. તો 28 ટકાનો ફાળો દેશી કંપનીઓ દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલીટી (CSR)ના ભાગરુપે કરવામાં આવ્યો છે જ્યારે નાના રોકાણકારોનો હિસ્સો આશરે 28 ટકા છે. આ પછી બાકીનો 20 ટકા ભાગ ધનાઢ્ય પરિવારો દ્વારા આપવામાં આવેલા દાનનો છે.

કોર્પોરેટ જગતમાં દાન આપવામાં વિપ્રોના અઝીમ પ્રેમજી સૌથી આગળ છે. 2020માં જાહેર કરવામાં આવેલી એડલગીવ હુરુન ઈન્ડિયાના પરોપકારીઓની યાદીમાં અઝીમ પ્રેમજી અને તેમનો પરિવાર 7904 કરોડના દાન સાથે ટોચ પર રહ્યા હતા. આ યાદીમાં એચસીએલ ટેક્નોલોજીસના સ્થાપક અધ્યક્ષ શિવ નાદર અને તેમનો પરિવાર બીજા ક્રમે  જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)ના અધ્યક્ષ અને સૌથી ધનિક ભારતીય મુકેશ અંબાણી ત્રીજા ક્રમે હતા.