વલસાડ,
સુરતના પાસના નેતા અને તેના સાગરિત પોલીસની ઝપેટમાં આવી ગયા છે.વલસાડની ભીલાડ પોલીસ ચેકીંગમાં હતી તે દરમિયાન પાસ નેતા પ્રેસ લખેલી ગાડીમાં દારૂ લઇ જતા પોલીસના હાથ ઝડપાતા ચકચાર મચી ગઈ છે.
પંકજ સિદ્ધપુરાની વિદેશી દારૂની બોટલો સાથે ઝડપાયા છે.એક બે નહિ પણ પુરે પુરી ૭૨ બોટલો પંકજની ગાડીમાંથી મળી આવી છે.
પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી. તે દરમિયાન પંકજ અને તેનો મિત્ર તેમજ પાસનો કાર્યકર્તા મિલન બોરડા દાદરા નગર હવેલી તરફથી પોતાની કારમાં આવી રહ્યા હતા.
પોલીસને જોઇને તે ચોંકી ઉઠ્યા હતા. પોલીસ પોતાના નિયમિત ચેકિંગ પ્રમાણે કારની અંદર તલાસી લીધી ત્યારે વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.
