Not Set/ ત્રણ શખ્સોએ દંપતીને લૂંટીને મહિલા પર આચર્યું સામુહિક દુષ્કર્મ, બે હવસખોરની કરી ધરપકડ

વડોદરા વડોદરાના માંજલપુર વિસ્તારની ઘટનાથી સમગ્ર વડોદરા શહેરમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ રાત્રે આ વિસ્તારમાંથી પસાર થઈ રહેલા દંપતીને લૂંટી લેવામાં આવ્યું હતું. બાદમાં મહિલાને જીઆઇડીસી શાકમાર્કેટના મેદાનમાં લઇ જઈને તેની સાથે સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો બનાવ બન્યો છે. પોલીસે રાત્રે જ આ બે હવસખોરની ધરપકડ કરી લીધી હતી, જયારે હાલ […]

Top Stories Gujarat Vadodara Trending

વડોદરા

વડોદરાના માંજલપુર વિસ્તારની ઘટનાથી સમગ્ર વડોદરા શહેરમાં ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ રાત્રે આ વિસ્તારમાંથી પસાર થઈ રહેલા દંપતીને લૂંટી લેવામાં આવ્યું હતું.

બાદમાં મહિલાને જીઆઇડીસી શાકમાર્કેટના મેદાનમાં લઇ જઈને તેની સાથે સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો બનાવ બન્યો છે. પોલીસે રાત્રે જ આ બે હવસખોરની ધરપકડ કરી લીધી હતી, જયારે હાલ ત્રીજો આરોપી ફરાર છે જેની શોધખોળ પોલીસ કરી છે.

બનાવ અંગે વાત કરતા મહિલાના પતિએ જણાવ્યું હતું કે, સોમવારે રાત્રે અમે લગભગ 11:30 વાગ્યાની આસપાસ મારી પત્નીની બહેનપણીના ઘરેથી પરત ફરી રહ્યો હતો. તે સમયે આશરે 20 થી 25 વર્ષના ત્રણ યુવાનો તેઓની પાસે ધસી આવ્યા હતાં અને કહ્યું અમારી દારૂની પેટીઓની લૂંટ થાય છે તમને અમે છોડી છું નહિ ત્યારે દંપતીએ કહ્યું કે અમે તો અહી નોકરી કરી છીએ અમારે તમારા દારૂનું શું કામ છે? ત્યારે તે ત્રણેય યુવાનોએ તેઓની પાસેના મુદ્દામાલની લૂંટ કરીને ધમકી આપી હતી. ત્રણેય યુવકોએ માર માર્યો હતો તેમજ પત્નીના સોનાના ઘરેણા, રોકડ અને આઈડીકાર્ડ લઈ લીધું હતું.