ઇમારત ધરાશયી મામલો/ જૂનાગઢમાં 450 કરતા વધુ જર્જરિત ઇમારતોને નોટિસ, 60 જેટલી ઇમારતો ઉતારી લેવાઇ

જુનાગઢ શહેરના કડિયાવાડના નાકા પાસે બે માળની જર્જરીત ઇમારત અચાનક ધરાશયી થતા એક જ પરિવારના ત્રણ સહિત ચાર લોકોના મોત નીપજ્યા બાદમાં મનપા સામે અનેક આક્ષેપો અને તંત્રની કામગીરી સામે જુનાગઢ વાસીઓ રોષે ભરાયા હતા.

Gujarat Rajkot

ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળું મારવા મહાનગરપાલિકાની જુદી જુદી ટીમો નીકળી છે. થોડા દિવસ પહેલા જૂનાગઢમાં એક જર્જરીત ઇમારત ધરાશયી થતા ચાર લોકોના કમ કમાટી ભર્યા મોત થયા હતા બાદમાં મહાનગરપાલિકા દ્વારા 450 કરતા વધુ જર્જરિત ઇમારતોને 8જ દિવસમાં નોટિસ પાઠવી 60 જેટલી ઇમારતો ઉતારી લેવાઇ.

મહાનગરપાલિકાના અધિકારીઓની ઊંઘ ગત સપ્તાહમાં ઉડી ગઈ છે કેમકે ગત 24 જુલાઈના રોજ બપોરના સમયે જુનાગઢ શહેરના કડિયાવાડના નાકા પાસે બે માળની જર્જરીત ઇમારત અચાનક ધરાશયી થતા એક જ પરિવારના ત્રણ સહિત ચાર લોકોના મોત નીપજ્યા બાદમાં મનપા સામે અનેક આક્ષેપો અને તંત્રની કામગીરી સામે જુનાગઢ વાસીઓ રોષે ભરાયા હતા. અને અનેક જર્જરરીત ઇમારતો જુનાગઢ શહેરમાં લટકતું મોત બની રહી છે આ ઘટના બાદ તંત્ર જાગ્યું અને એક સપ્તાહમાં 450 કરતા વધુ જર્જરીત ઇમારતોને નોટિસ પાઠવવામાં આવી સાથે 60 જેટલી ઇમારતોને ઉતારવાની કામગીરી મનપા દ્વારા કરવામાં આવી છે પરંતુ સવાલ એ છે કે ઇમારતો જર્જરીત હતી તો ઘટના બાદ જ કેમ મનપાના અધિકારીઓ જાગ્યા?

બીજી તરફ મહાનગરપાલિકાના મેયર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે આપના આજુબાજુ જર્જરીત ઇમારતો હોય તો મનપાનો સંપર્ક કરી જાણ કરવા અનુરોધ કરાયો છે સાથે જો કોઈપણ ઈમારત ધારકોને નોટિસ આપવા છતાં નહીં ઉતારે તો મહાનગરપાલિકા દ્વારા તે ઇમારતો તાત્કાલિક ઉતારી લેવાશે. અત્યાર સુધી ફક્ત નોટિસો આપીને જ સંતોષ માની લેનાર જવાબદાર અધિકારીઓ સામે મનપાના પદ અધિકારીઓ દ્વારા સરકારમાં બેદરકારી દાખવવા બદલ રજૂઆત કરાય છે હવે આગામી સમયમાં જોવું રહ્યું કે બેદરકાર અધિકારીઓ સામે સરકાર દ્વારા કોઈ પગલાં લેવાય છે કે નહીં.

આ પણ વાંચોઃ AMTS-BRTS/AMTS અને BRTS માટે એક ટિકિટ અમલી બનાવવા તંત્રનું આયોજન

આ પણ વાંચોઃ ST Bus Accident/રાજકોટઃ ગોંડલ પાંજરાપોળ પાસે એસટી બસે વૃદ્ધને લીધા હડફેટે

આ પણ વાંચોઃ કમર તોડતા રસ્તાઓ/બિસ્માર રસ્તા મુદ્દે સ્થાનિકોમાં આક્રોશ, વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ પડી રહી છે અરસ

આ પણ વાંચોઃ પંચમહાલ/ઉજડા ગામે મનરેગાના કામોમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ, ”માટી મેટલના રસ્તાઓનાં કામો માંટે લાખો રૂપિયા ઉઠાવ્યા”

આ પણ વાંચોઃ Lovemarriage-CM/લવમેરેજમાં માબાપની સંમતિનો કાયદો લાવવાના સંકેત આપતા સીએમ ભુપેન્દ્ર પટેલ