Viral video/ ધનાશ્રી વર્માએ બાદશાહનાં ગીત ‘ગેંદા ફૂલ’ પર કર્યો મોહક ડાન્સ

ભારતીય ક્રિકેટ ટીમનાં લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલની મંગેતર ધનાશ્રી વર્માનાં ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યા છે. ધનાશ્રી વર્માનો વધુ એક ડાન્સ વીડિયો સામે આવ્યો છે, જેમાં તે બાદશાહનાં ગીત ‘ગેંદા ફૂલ’ પર જબરદસ્ત સ્ટાઇલમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. ધનાશ્રી વર્માનાં ડાન્સનો આ વીડિયો ચાહકો જોઇ રહ્યા છે. ધનાશ્રી વર્માએ આ […]

Videos
asdq 112 ધનાશ્રી વર્માએ બાદશાહનાં ગીત 'ગેંદા ફૂલ' પર કર્યો મોહક ડાન્સ

ભારતીય ક્રિકેટ ટીમનાં લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલની મંગેતર ધનાશ્રી વર્માનાં ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યા છે. ધનાશ્રી વર્માનો વધુ એક ડાન્સ વીડિયો સામે આવ્યો છે, જેમાં તે બાદશાહનાં ગીત ‘ગેંદા ફૂલ’ પર જબરદસ્ત સ્ટાઇલમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. ધનાશ્રી વર્માનાં ડાન્સનો આ વીડિયો ચાહકો જોઇ રહ્યા છે.

ધનાશ્રી વર્માએ આ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ ડાન્સ વીડિયો પોસ્ટ કર્યો છે. ધનાશ્રીની ડાન્સ કરવાની શૈલી અને તેના ડાન્સ મૂવ પણ વીડિયોમાં જોવા લાયક છે. તેના વીડિયોને 25 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. ધનાશ્રી વર્મા હંમેશાં તેના ડાન્સ અને સ્ટાઇલ વિશે ચર્ચામાં રહે છે. તેણે પોતાના ડાન્સથી લોકોનાં દિલ જીત્યા છે. તેના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે અને તેને સાથે ખૂબ પસંદ પણ કરવામાં આવે છે.

ધનાશ્રી વર્માનાં આ પહેલા પણ ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી ચુક્યા છે. આપને જણાવી દઈએ કે, યુઝવેન્દ્ર ચહલની મંગેતર વ્યવસાયે ડોક્ટર છે, પરંતુ તેણે પોતાના ડાન્સની સાથે જબરદસ્ત ઓળખ પણ બનાવી છે. જ્યારે ઇન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા 20 લાખથી વધુ છે, યુટ્યુબ પર તેના સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા પણ 20 લાખ છે. આ અંગે તેણે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પણ શેર કરી હતી. ધનાશ્રી વર્મા અને યુઝવેન્દ્ર ચહલની થોડા મહિનાઓ પહેલા સગાઈ થઈ હતી, જેની તસવીરો સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઈ હતી.