જૂનાગઢ,
આજથી આઠ માસ પહેલા અધતન સુવિધા ઉપલબ્ધ સાથે જુનાગઢમાં નવી હોસ્પિટલ કાયૅરત કરવામાં આવી છે અને જેનુ ઉદ્ઘાટન તા. 20જુલાઇના રોજ માનનિય વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી હસ્તે કરવામાં આવી રહ્યું છે. તેવી આ આધુનિક ટેકનોલોજી સભર 250થી300 બેડની સુવિધાઓ સાથેની નવી તૈયાર થયેલી ચાર માળની હોસ્પિટલમાં વરસાદી પાણી પડતું હોવાનો વિડિયો વાયરલ થતાં ભારે ચકચાર મચી જવા પામી છે.
હોસ્પિટલના લોકાર્પણ માટે વડાપ્રધાન આવે તે પહેલા જ 700 કરોડના ખર્ચે બનેલી સિવિલ હોસ્પિટલમાં પાણી પાણી જૂનાગઢમાં 700 કરોડના ખર્ચે બનેલી નવી સિવિલ હોસ્પિટલમાં તંત્રની બેદરકારીને કારણે હોસ્પિટલમાં તળાવમાં બન્યું છે. સરકારના કરોડો રૂપિયા પાણીમાં ગયા હોય તેવી સ્થિતી જોવા મળી રહી છે.
મહત્વનું છે કે હજુ તો આ હોસ્પિટલનું લોકાર્પણ પણ કરવામાં નથી આવ્યું તેવામાં પહેલા જ વરસાદમાં હોસ્પિટલની દીવાલ માંથી હોસ્પિટલમાં પાણી ઉતર્યા છે. પાણી ઉતર્વાને સમગ્ર કારણે હોસ્પિટલ બેટમાં ફેરવાયુ છે.
હોસ્પિટલનો ઈમર્જન્સી વિભાગ સાથે અધિકારીઓની ઓફિસમાં પાણી ભરાયા છે. ઉલ્લેખનિય છે કે 20મી જુલાઈએ વડાપ્રધાન નરેન્દ્રમોદીના હસ્તે સિવિલ હોસ્પિટલનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારે તેની પહેલા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. તંત્રની બેદરકારીને કારણે કરોડોના ખર્ચે બનાવેલી સિવિલ હોસ્પિટલ તળાવમાં ફેરવાઈ છે.
શુ નવા બિલ્ડીંગ નુ કામ નબળુ થયુ છે કે શું તેવો સવાલ પણ આ વિડિયો જોયા પછી લોકો માં ઉઠવા પામ્યો છે ત્યારે જે. હોય તે પણ. હાલ તો આ વિડિયોની ધટનાને લઇ તંત્ર હરકતમાં આવી ગયું છે. જુનાગઢ જુની હોસ્પિટલમાં અસુવિઘા ને લઈ નવી હોસ્પિટલ કાયૅરત કરી દેવામાં આવી છે પરંતુ વિઘિવત ઉદ્ધાટન વડાપ્રધાન ના હસ્તે કરવામાં આવશે જેને લઈ હાલમાં જુનાગઢ નુ વહીવટી તંત્ર કામે લાગી ગયું છે.
