Not Set/ ગૃહ મંત્રાલયની રાજ્યોને એડવાઇઝરી, મહિલા ગુના પર FRI નોંધવી ફરજીયાત

ઉત્તર પ્રદેશનાં હાથરસ ગેંગરેપ અને હત્યાનાં મામલા બાદ દેશભરમાં ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજે કેન્દ્રીય ગૃહમંત્રાલયે મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કડક વલણ અપનાવ્યું છે. ગૃહ મંત્રાલયે શનિવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં વહીવટને મહિલાઓ વિરુદ્ધનાં ગુનાનાં મામલામાં પોલીસ કાર્યવાહીની ખાતરી કરવા નિર્દેશ આપ્યો છે. કેન્દ્રએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે મહિલા ગુના સામે એફઆઈઆર નોંધવામાં […]

Uncategorized
6e90731a3d85ef7b38637b56482a6dc6 1 ગૃહ મંત્રાલયની રાજ્યોને એડવાઇઝરી, મહિલા ગુના પર FRI નોંધવી ફરજીયાત
ઉત્તર પ્રદેશનાં હાથરસ ગેંગરેપ અને હત્યાનાં મામલા બાદ દેશભરમાં ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજે કેન્દ્રીય ગૃહમંત્રાલયે મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કડક વલણ અપનાવ્યું છે. ગૃહ મંત્રાલયે શનિવારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં વહીવટને મહિલાઓ વિરુદ્ધનાં ગુનાનાં મામલામાં પોલીસ કાર્યવાહીની ખાતરી કરવા નિર્દેશ આપ્યો છે. કેન્દ્રએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે મહિલા ગુના સામે એફઆઈઆર નોંધવામાં કોઈ પણ પ્રકારની હા-ના થવી જોઈએ નહીં.

કેન્દ્ર સરકારે પોતાની એડવાઇઝરીમાં રાજ્યોને જણાવ્યું હતું કે, દરેક કિસ્સામાં એફઆઈઆર ફરજિયાત છે. આ સિવાય કેન્દ્રએ આઈપીસી અને સીઆરપીસીનાં વિભાગોની જોગવાઈઓ ગણાવતા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તેનું પાલન સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો છે. ગૃહમંત્રાલયે ચેતવણી આપી છે કે, મહિલાઓનાં ગુનામાં બેદરકારી દાખવનારા અધિકારીઓ સામે કડક પગલા લેવામાં આવે. આ સિવાય જો ગુનો પોલીસ સ્ટેશનની હદની બહારનો હોય તો કાયદામાં ઝીરો એફઆઈઆરની જોગવાઈ પણ છે.

નોંધપાત્ર વાત એ છે કે હાથરસમાં સામૂહિક બળાત્કાર અને હત્યા બાદ લોકો પીડિતાને દેશભરમાં ન્યાય અપાવવા માટે વિરોધ કરી રહ્યા છે. આ સિવાય વિપક્ષે પણ આ મામલે કેન્દ્ર સરકારની ટીકા કરી છે. કેસની ગંભીરતાને ધ્યાનમાં લેતા હવે કેન્દ્ર સરકારે મહિલાઓનાં ગુના સામે મોટો નિર્ણય લેતા રાજ્યોને એડવાઇઝરી જારી કરી છે. જેમા જણાવાયું છે કે આઈપીસીની કલમ 166 એ (સી) હેઠળ એફઆઈઆર દાખલ ન કરવા બદલ અધિકારીને સજાની જોગવાઈ છે. આ સિવાય ગેંગરેપ સંબંધિત કેસોમાં ગૃહમંત્રાલયે એક ઓનલાઇન પોર્ટલ બનાવ્યું છે જ્યાંથી આવા કેસો પર નજર રાખવામાં આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.