હાલાકી/ ઊનાના જુની વાજડી ગામમાં છતે પાણીએ પાણીની અછત, ૩ દિવસથી ગ્રામજનો પરેશાન

ગ્રામ પંચાયત દ્રારા આગોતરૂ આયોજન કર્યા વગર ૪૫ વર્ષ જુનો ટાંકો તોડી નખાયો. હવે પંચાયત કહે છે ત્રણ દિવસ પછી પાણી મળતુ થશે

Gujarat
10 13 ઊનાના જુની વાજડી ગામમાં છતે પાણીએ પાણીની અછત, ૩ દિવસથી ગ્રામજનો પરેશાન

ઊનાના જુની વાજડી ગામની વસ્તી ૨૫૦૦ જેટલી હોય અને આ ગામમાં છેલ્લા ૩ દિવસથી છતે પાણીએ પાણીની અછત સર્જાતા ગ્રામજનોને હાલાકી ભોગવવાનો વખત આવ્યો છે. આ અંગે  ટીમ જુની વાજડી ગામે બપોરના સમયે પહોચતા ગામમાં સન્નાટો જોવા મળ્તો હતો અને બે પાંચ લોકો બહાર ઓટલા પર બેસેલા અને તેમને પુછ્યુ કે તમારા ગામમાં પાણીની અછત છે, એટલુ કેહતા જ ચેહરા પર રોષની લકીરો જોવા મળતી હતી. અને કહેવા લાગેલ કે પાણી અમારા ગામમાં પુષ્કળ પ્રમાણમાં હોવા છતાં પાણી મળતુ નથી અને છેલ્લા ૩ દિવસથી પાણી માટે ભટકવુ પડે છે.

પણ સવાલ અમારોએ હતો કે પુષ્કળ પાણી હોવા છતાં પાણીની અછત શા માટે ત્યારે જવાબ મળ્યો કે અમારા ગામમાં ૪૫ વર્ષ જુનો પાણીનો ટાંકો છે અને પાણીના કુવા માંથી પાણી ટાંકા (સંપ)માં જાય અને ત્યાથી આખા ગામમાં પાણીનું વિતરણ થાય પરંતુ પંચાયત દ્રારા આ ૪૫ વર્ષ જુનો ટાંકો નોડી પાડવા માટે નિયમોનુસાર હરરાજી કરી રૂ.૩૧ હજાર જેટલી કિંમત આવતા પાણીનો ટાંકો તોડી નાખ્યો તેથી પાણીની અછત જોવા મળી રહી છે. અને ત્યાથી આગળ ગયા તો મહીલાઓ તેમજ પુરૂષો ગામમાં આવેલ પાણીની ડંકી પર કતારો લગાવી ધોમધખતા તાપમાં ઉભા હતા અને આ ડંકી માંથી પાણી ભરતા હતા અને એ પાણી પણ પીવા લાયક પાણી નહી પરંતુ ડોહળુ પાણી ભરતા હતા ત્યા મહીલાઓને પુછતા મહીલાઓમાં પણ રોષ જોવા મળી રહ્યો હતો. તેમજ ગામમાં આવેલ લઅન્ય એક ડંકીમાં ખારૂ પાણી આવતુ હોય હાલ ગ્રામજનો એક માત્ર ડંકી માંથી ડોહાળા પાણીનો વપરાશ કરી રહ્યા છે. પાણી વગર શું કરવું ? તેવા સવાલો વચ્ચે ગ્રામજનો માંથી પણ અનેક સવાલો સાથે રોષ જોવા મળી રહ્યો હતો.

અમારે ડોહળુ પાણી ૩ દિવસથી પીવુ પડે છે :લક્ષ્મીબેન

અમારા ગામના સરપંચે પાણીનો ટાંકો તોડી નાખ્યો પાણીનું આયોજન કર્યુ નહી હવે અમે પાણી વગર હેરાન થઇ રહ્યા છે. ઘરનું કામ કરવુ રસોઇ બનાવી સહીત અનેક સમસ્યા પાણી વગર થાય છે. હાલ અમે ડોહળુ પાણી પી રહ્યા છીએ.

સરપંચે ટાંકો તોડતા પહેલા પાણીની વ્યવસ્થા કરવી જોઇએ: જીક્ષાબેન

હાલ પાણી ૩ દિવસથી નથી આવતુ તો માણસની જેમ માલઢોરને પણ તકલીલફ પડે છે. વાડી વિસ્તારમાં પાણી ભરવા જોઇએ તો ત્યા લાઇટ નથી હોતી તો આખો દિવસ પાણી માટે જ્યા ત્યાં ભટકવુ પડે છે….

પાણી વગર લોકો બેહાલ થઇ ગયા છે: રમેશભાઇ નંદવાણા

સરપંચે પ્રાથમિક સુવિધા ઉભી કર્યા વગર પાણીનો ટાંકો તોડી નાખ્યો તે ગેરવ્યાજબી છે હવે પાણી નથીી અને સરપંચ કહે છે સાત આઠ દિવસ થયે તો ત્યા સુધી શું કરવું લોકો મજુરી કામે જતા હોય તો મજુરી કામે પણ જઇ શક્તા નથી સવારથી સાંજ પાણી વગર ચાલેજ નહી જો પાણીની વ્યવસ્થા ૨૪ કલાકમાં નહી થાય તો મહીલા માલઢલ સહીત ડે.કલેક્ટરની ઓફીસમાં ઘરણા પર બેસીશું…

ખેડૂત અને મજુર વર્ગને હાલાકી પડે છે: રમેશભાઇ ડાંગોદરા

પાણી પાયાની સુવિધા છે અને સરપંચ પાણીની પાયા સુવિધા કર્યા વગર ટાંકો તોડી નાખ્યો હવે અમારે પાણી માટે વલખા મારવા પડે છે. માટે વહેલી તકે પાણી મળે તો સારૂ કેમકે ડોહળુ કે ખારૂ પાણી કેમ વપરાશમાં લેવું;

અમારે પીવાનું પાણીય નથી: પુનીબેન

અમારા ગામમાં ત્રણ દિવસથી પાણી નથી આવતુ અને સરપંચે પાણીનો ટાંકો તોડી નાખો હવે પીવા માટે પણ પાણી નથી. ડેકીમાં થોડુ થોડુ પાણી આવે છે. એ પણ પીવા માટે ઉપયોગ ન થાય માટે પાણી વહેલી તકે મળે તેવી માંગણી સાથે વિનંતી કરીએ છીએ.

હું ત્રણ દિવસથી ન્હાયો પણ નથી: ધીરૂભાઇ ડાંગોદરાર

વાજડી ગામમાં ત્રણ દિવસથી પાણી આવતુ નથી તેમ કહી ધીરૂભાઇ ડાંગોદરાએ જણાવેલ કે મારા પત્ની કાલાઘેલા હોય અને હું મજુરી કામ કરવા જાવ છુ અને પાણી ભરવા જવુ પડે છે ડંકી મા પણ આવે છે તો તે વપરાશમાં લેવાય એવુ નથી અને ત્રણ દિવસથી હું ન્હાયો પણ નથી..

હું ૨૪ કલાકમાં પાણીની વ્યવસ્થા કરી આપીશ: ભરતભાઇ ટાંક ઉપસરપંચ

આ બાબતે જુની વાજડી ગામના ઉપસરપંચ ભરતભાઇ ટાંક રૂબરૂ મળતા તેમણે પાણી ૩ દિવસથી નથી મળતુ ગ્રામજનોને એ વાતનો સ્વીકાર કર્યો અને જણાવેલ કે મે સરપંચને પણ કહ્યુ કે પાણી મળતુ નથી તો સરપંચે કહ્યુ કે ગ્રામજનોને કહી આપો કે હજુ ૩ દિવસ પછી પાણી મળશે. પણ હું ૨૪ કલાકમાં પાણી મળશે તેવી વ્યવસ્થા કરી આપવાનો છું.

રીપોર્ટર, કાર્તિક વાજા ઊના