Not Set/ ‘50 હજાર આપ અથવા એક રાત ગુજાર’

અમદાવાદ અમદાવાદમાં કારમાં અપહરણ કરીને 23 વર્ષની યુવતી પર કરવામાં આવેલાં ગેંગરેપ મામલે પોલિસે કેટલાક ચોંકાવનારા મેસેજ કબજે કર્યાં છે.આ મેસેજ પરથી જાણવા મળે છે કે પીડીત યુવતીને આરોપી યુવકોએ કેટલી હદે માનસિક રીતે ટોર્ચર કરી હશે. આ ચેટનો અભ્યાસ કરતા માલુમ પડે છે કે આ તમામ લોકો વીડિયો ક્લિપિંગ વાયરલ કરી દેવાની ધમકી આપીને […]

Top Stories Gujarat Trending
ahd 3 ‘50 હજાર આપ અથવા એક રાત ગુજાર’

અમદાવાદ

અમદાવાદમાં કારમાં અપહરણ કરીને 23 વર્ષની યુવતી પર કરવામાં આવેલાં ગેંગરેપ મામલે પોલિસે કેટલાક ચોંકાવનારા મેસેજ કબજે કર્યાં છે.આ મેસેજ પરથી જાણવા મળે છે કે પીડીત યુવતીને આરોપી યુવકોએ કેટલી હદે માનસિક રીતે ટોર્ચર કરી હશે.

આ ચેટનો અભ્યાસ કરતા માલુમ પડે છે કે આ તમામ લોકો વીડિયો ક્લિપિંગ વાયરલ કરી દેવાની ધમકી આપીને ફરિયાદી યુવતી પાસેથી પૈસા પડાવી રહ્યા હતા. વૃષભ મારૂ,સાહીર શેખ અને યામીની નાયર નામની મહિલા ફરિયાદી યુવતીને ધમકી આપી રહી છે. આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચ તપાસમાં જોડાઈ છે તેમજ સેટેલાઇટ પોલીસે ચાર ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે.

આ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચ તપાસમાં જોડાઈ છે તેમજ સેટેલાઇટ પોલીસે ચાર ટીમ બનાવીને તપાસ હાથ ધરી છે. ત્રણ પુરષ અને બે મહિલા સામે પોલીસ ફરિયાદ દાખલા કરવામાં આવી છે.

પોલિસે કબજે કરેલાં મોબાઇલ મેસેજમાં પીડીત યુવતીને વૃષભ મારુ(આ નામથી નંબર સેવ થયો છે) ધમકી આપી રહ્યો છે કે તેને જો  50 હજાર ના મળ્યાં તો તેના વીડીયો લીક કરીને તેના બોયફ્રેન્ડની હત્યા કરી નાંખશે.

પીડીત યુવતીએ આપેલી પોલિસ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે વૃષભ મારૂ નામના ઇન્સ્ટાગ્રામ આઇડી પરથી મારા આઇડી પર મેસેજ આવ્યો હતો.આ મેસેજમાં લખ્યું હતું કે તે દિવસે મજા આવી હતી..હવે ફરી મજા લેવા આવજે.

gandhinagar 6 ‘50 હજાર આપ અથવા એક રાત ગુજાર’

યુવતી પર આવેલાં આ મેસેજનો સ્ક્રીન શોટ પણ અહીં મુકવામાં આવ્યો છે,જેમાં વૃષભ મારૂ લખે  છે કે

સેક્સી ગર્લ હેડ સો ફન કમ અગેઇન ટુમોરો

કિસીકો બતાને કા નતીજા ક્યા હોગા..યામીની ઓલ રેડી ટોલ્ડ યુ..

કમ ટુમોરો વીથ મી..આઇ વીલ બ્રીંગ યુ ટુ હોટલ ફોર સમ રીયલ ફન..

નો પ્રોબ્લેમ આઇ વીલ કીલ યુ મિ…(ગાળ) દાલમિયા એન્ડ લીક યોર વીડીયો

વૃષભ મારૂની આ ધમકીની સામે પીડીત યુવતીના કરગરતા મેસેજ જોવા  મળે છે..જેમાં તે લખે છે કે

મારી પાસે પૈસા નથી..આઇ ડોન્ટ હેવ..

પૈસે દે દુંગી ..કબ ઓર કહાં..

gandhinagar 5 ‘50 હજાર આપ અથવા એક રાત ગુજાર’

જેની સામે રૂષભ મારૂ ધમકી આપે છે કે તેણે 50 હજાર ચૂકવી આપવાં અથવા એક રાત્રિ ગાળવી..અને આમ કરવામાં નહીં આવે તો તે ગૌરવ દાલમિયાને મારી નાંખશે.

ahd ‘50 હજાર આપ અથવા એક રાત ગુજાર’

પીડીત યુવતીને રૂષભ મારૂ સિવાય યામીની નાયર નામની યુવતી પણ ધમકીઓ આપી રહી છે.જેમાં યામીની પીડીત યુવતીને મેસેજમાં કહે છે કે જો તેના મિત્રોની મદદ લેવાનું બંધ નહીં કરે તો તે તેના વીડીયો લીક કરી દેશે.

શું છે યુવતીની ફરિયાદ

અમદાવાદના ઇસનપુર વિસ્તારની એક 22 વર્ષની યુવતીએ પોલીસમાં ફરિયાદ આપી હતી કે ગત માર્ચ મહિનામાં તેની સાથે ચાલુ કારમાં ગેંગરેપ કરવામાં આવ્યો હતો. યુવતીએ પોલીસને આપેલી ફરિયાદ પ્રમાણે માર્ચમાં તે પોતાનું એક્સેસ લઈને રાતના સાડા આઠ વાગ્યે નહેરુનગરથી ઝાંસીની રાણી વચ્ચે સર્વિસ રોડ પર ઉભી હતી ત્યારે સ્કોર્પિયો કારમાં આવેલા ચાર લોકોએ કેફી પદાર્થ સુંઘાડીને તેને ગાડીમાં બેસાડી દીધી હતી. બાદમાં કારમાં જ તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો અને તેના ગુપ્તાંગમાં લાકડી નાખી દેવામાં આવી હતી. આ સમયે બે લોકો તેનો વીડિયો ઉતારતા હતા. બાદમાં તેઓ વીડિયો લીક કરી દેવાની તેમજ બોયફ્રેન્ડની મારી નાખવાની ધમકી આપીને પૈસા માંગતા રહ્યા હતા.

26મી જૂને ફરી કારમાં બેસાડી ક્લિપિંગ ઉતારી

ફરિયાદ પ્રમાણે 26મી જૂનના રોજ કાળા કલરની સ્કોર્પિયો કારમાં ફરીથી તેને સ્પે છાંટીને બેસાડી દેવામાં આવી હતી. આ સમયે કારની વચ્ચેની સીટમાં બે યુવકોએ તેની સાથે અડપલાં કર્યા હતા તેમજ તેની ક્લિપિંગ ઉતારી લીધી હતી. બાદમાં કારમાં રહેલા યુવકોએ આ બધુ ગૌરવ દાલમિયાએ કરાવેલું હોવાનું કહીને તેને કારમાંથી ઉતારી મૂકી હતી.

ફરિયાદમાં કોના કોના નામ?

યુવતીએ પોલીસને આપેલી ફરિયાદમાં વૃષભ મારુ, યામિની નાયર, ગૌરવ મહાવિર દાલમિયા (કથિત બોયફ્રેન્ડ) અને ત્રણ અજાણ્યા ઇસમોના નામ આપ્યા