Not Set/ જમ્મુ-કાશ્મીર: આ છે એ પાંચ સોશિયલ મિડિયા એકાઉન્ટ, જેના દ્વારા કાશ્મીરમાં ફેલાવાય છે આતંક

જમ્મુ-કાશ્મીર પોલીસે પાંચ એવા સોશિયલ મિડિયા એકાઉન્ટનો ખુલાસો કર્યો છે, જેના દ્વારા પાકિસ્તાનમાં બેસીને લશ્કર-એ-તૈયબાના આતંકીઓ કાશ્મીરમાં આતંક ફેલાવવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસને આ પાંચ એકાઉન્ટની ત્યારે ખબર પડી, જયારે તેઓ પત્રકાર શુજાત બુખારી હત્યાકાંડની તપાસ કરી રહ્યા હતા. તપાસ દરમિયાન ખબર પડી કે કેટલાક સોશિયલ મિડિયા એકાઉન્ટ છે, જેના દ્વારા કાશ્મીરમાં નફરત […]

India Trending
social media crime જમ્મુ-કાશ્મીર: આ છે એ પાંચ સોશિયલ મિડિયા એકાઉન્ટ, જેના દ્વારા કાશ્મીરમાં ફેલાવાય છે આતંક

જમ્મુ-કાશ્મીર પોલીસે પાંચ એવા સોશિયલ મિડિયા એકાઉન્ટનો ખુલાસો કર્યો છે, જેના દ્વારા પાકિસ્તાનમાં બેસીને લશ્કર-એ-તૈયબાના આતંકીઓ કાશ્મીરમાં આતંક ફેલાવવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે. જમ્મુ-કાશ્મીર પોલીસને આ પાંચ એકાઉન્ટની ત્યારે ખબર પડી, જયારે તેઓ પત્રકાર શુજાત બુખારી હત્યાકાંડની તપાસ કરી રહ્યા હતા.

SHUJAAT જમ્મુ-કાશ્મીર: આ છે એ પાંચ સોશિયલ મિડિયા એકાઉન્ટ, જેના દ્વારા કાશ્મીરમાં ફેલાવાય છે આતંક

તપાસ દરમિયાન ખબર પડી કે કેટલાક સોશિયલ મિડિયા એકાઉન્ટ છે, જેના દ્વારા કાશ્મીરમાં નફરત ફેલાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. આ સોશિયલ મિડિયા એકાઉન્ટ દ્વારા આતંકીઓ કાશ્મીરના યુવાનોને આતંકવાદ તરફ ખેંચી જવાની કોશિશમાં લાગેલા હોય છે.

કાશ્મીર પોલીસે એ શખ્સની પણ ઓળખાણ કરી લીધી છે, જેના ઈશારા પર સોશિયલ મિડિયા સાઈટ પર ભડકાઉ કન્ટેન્ટ મુકવામાં આવે છે. આ શખ્સ મૂળ જમ્મુ-કાશ્મીરનો છે, હાલમાં તે પાકિસ્તાનથી સોશિયલ મિડિયા એકાઉન્ટ ચલાવી રહ્યો છે.

64780828 જમ્મુ-કાશ્મીર: આ છે એ પાંચ સોશિયલ મિડિયા એકાઉન્ટ, જેના દ્વારા કાશ્મીરમાં ફેલાવાય છે આતંક

કાશ્મીર ઝોનના પોલીસ અધિકારી એસપી પાણીના જણાવ્યા મુજબ પત્રકાર શુજાત બુખારી અને એમના બે સુરક્ષાકર્મીઓની હત્યાની તપાસ માટે રચવામાં આવેલી સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમને જાણવા મળ્યું કે કાશ્મીરમાં કેટલાક એવા સોશિયલ મિડિયા એકાઉન્ટ છે, જેના દ્વારા સતત કાશ્મીર અને પત્રકાર શુજાત બુખારી વિરુદ્ધ વિવાદાસ્પદ પોસ્ટ કરવામાં આવે છે.

e6792ba0 9a1a 11e6 a83e 3795272c0142 જમ્મુ-કાશ્મીર: આ છે એ પાંચ સોશિયલ મિડિયા એકાઉન્ટ, જેના દ્વારા કાશ્મીરમાં ફેલાવાય છે આતંક

આ સોશિયલ મિડિયા એકાઉન્ટમાં કાશ્મીર ફાઈટ, વર્લ્ડ પ્રેસ, કડવા સચ કાશ્મીર, અહમદ ખાલીદ અને અહમદ ખાલીદ@123 શામેલ છે. આમાં કાશ્મીર ફાઈટ અને વર્લ્ડ એક્સપ્રેસ નામથી એક સાઈટ પણ ચલાવવામાં આવે છે. જયારે કડવા સચ કાશ્મીર એક ફેસબુક એકાઉન્ટ છે.

howtechcompa જમ્મુ-કાશ્મીર: આ છે એ પાંચ સોશિયલ મિડિયા એકાઉન્ટ, જેના દ્વારા કાશ્મીરમાં ફેલાવાય છે આતંક

જયારે બીજા બે ટ્વીટર હેન્ડલ છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ એકાઉન્ટનું સત્ય જાણવા માટે ટ્વીટર, ફેસબુક સહીત બીજી સર્વિસ પ્રોવાઈડર કંપનીઓ સાથે સંપર્ક કર્યો હતો. શેખ સજ્જાદ ઉર્ફે અહમદ ખાલીદ વિશે તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું કે તે શ્રીનગરનો રહેવાસી છે. માર્ચ 2017માં શેખ સજ્જાદ લશ્કર-એ-તૈયબા દ્વારા બોલાવવા પર પાકિસ્તાન જતો રહ્યો હતો. જ્યાંથી તે લશ્કરનો મિડિયા સેલ ચલાવે છે.

શેખ સજ્જાદની વર્ષ 2002 અને વર્ષ 2012માં ધરપકડ કરવામાં આવી હતી. તેમ છતાં તેને પાસપોર્ટ કેવી રીતે મળી ગયો.