અમદાવાદમાં પણ સરદાર પટેલનું ઘોર અપમાન થયુ હતુ. સરદાર સાહેબના નામે વોટ માંગનાર નેતાઓ સરદાર પટેલની 67મી પુણ્યતિથિએ તેમને શ્રદ્ધાંજલિ આપવાનું ભૂલી ગયા છે. અમદાવાદમાં લાલ દરવાજા, દરિયાપુર દરવાજા અને શાહીબાગ એમ ત્રણ સ્થળોએ સરદાર પટેલની વિશાળ કદની પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે, પરંતુ એક પણ પ્રતિમાની નિયમતિ રીતે સાફ-સફાઈ કરવામાં આવતી નથી અને જે સ્થળો પર પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવી છે.
એ બગીચાઓ પણ ગંદકીથી ખદબદી રહ્યા છે. ત્યારે હવે પુણ્યતિથિ પર તેમને ફૂલહાર કરવા માટે પણ જ્યારે કોઇ પક્ષ કે નેતા અહીં ફરક્યા નથી એ સરદાર સાહેબનું ઘોર અપમાન જ કહી શકાય. વિધાનસભાની ચુંટણીમાં મતદારોના મત લેવા માટે સરદાર સાહેબના અપમાન અને અન્યાયની બુમરાડ મચાવવામાં આવતી હતી. પરંતું ચુંટણી પુરી થતાં જ સરદાર સાહેબ પ્રત્યેની રાજકારણીઓની લાગણી શુન્ય બની ગઈ હોય તેવુ સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે.
