Mehasana-Suicide/ મહેસાણાના ઊંઝા તાલુકાના પ્રતાપગઢ ગામમાં યુવતીનો આપઘાત

મહેસાણાના ઊંઝા તાલુકાના પ્રતાપગઢ ગામમાં યુવતીએ આપઘાત કર્યો છે. યુવતીની સ્યુસાઇડ નોટમાં લખવામાં આવ્યું છે કે સંબંધ રાખવા માટે સતત દબાણ કરવામાં આવતા યુવતીએ આત્મહત્યા કરી છે. રોહિણી ઉર્ફે પિન્કી નામની યુવતીએ આત્મહત્યા કરી છે.

Gujarat Others Breaking News

મહેસાણાઃ મહેસાણાના ઊંઝા તાલુકાના પ્રતાપગઢ ગામમાં યુવતીએ આપઘાત કર્યો છે. યુવતીની સ્યુસાઇડ નોટમાં લખવામાં આવ્યું છે કે સંબંધ રાખવા માટે સતત દબાણ કરવામાં આવતા યુવતીએ આત્મહત્યા કરી છે. રોહિણી ઉર્ફે પિન્કી નામની યુવતીએ આત્મહત્યા કરી છે.

આ યુવતીએ તેની સ્યુસાઇડ નોટમાં જણાવ્યું હતું કે તેને એક વ્યક્તિ અને તેના વિવિધ કુટુંબીજનો યુવતી પર સંબંધ રાખવા દબાણ કરતા હતા અને યુવતીની જરા પણ ઇચ્છા ન હતી. યુવતે નંબર બ્લોક કર્યા પછી પણ બીજા નંબરથી કોલ કરીને ત્રાસ આપતા હતા. આના પગલે તે વ્યક્તિ અને તેના કુટુંબીઓ સામે આત્મહત્યા માટેની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે. ઉનાવા પોલીસ સ્ટેશનમાં તેમની સામે ગુનો નોંધાયો છે.

ઉનાવા પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે યુવતીનો મોબાઇલ ફોન અને તેણે જેની સામે ફરિયાદ નોંધાવી છે તે તમામના મોબાઇલ ફોન કબ્જે લીધા છે.


આ પણ વાંચો: પીએમ મોદીની મુલાકાત પહેલા ગુજરાતમાંથી શસ્ત્રોનો જંગી જથ્થો ઝડપાતા ખળભળાટ

આ પણ વાંચો: 30 વર્ષની વય વટાવી ચૂકેલી ગર્ભવતી મહિલાની સારવાર કરવાની ડોક્ટરે ના પાડી, આવું કારણ આપ્યું, ઓનલાઈન થઈ ચર્ચા

આ પણ વાંચો:  સુરતમાં ASIએ ભાઈને મોકલ્યો હતો લાંચ લેવા, ACBએ 5 લાખ લેતા રંગે હાથે ઝડપ્યો

આ પણ વાંચો: ભૂપત ભાયાણી તમારા ઘરેથી કોણ ગયું હતું કે, તમને ખબર પડી રાહુલ ગાંધીમાં આ ખામી છે:પ્રતાપ દૂધાત