Army School/ ભારતની પ્રથમ સૈનિક સ્કૂલ ગુજરાતમાં બનશે , જુઓ આવી હશે શાળાની સુવિધાઓ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમગ્ર ભારતમાં પ્રથમ એવી સહકારી સંસ્થા દ્વારા સંચાલિત સૈનિક સ્કૂલનું આવતી કાલે તા.૪થી જુલાઈએ ખાતમુહૂર્ત મહેસાણા જિલ્લાના બોરીયાવી ગામે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 4 જુલાઈના રોજ શ્રી મોતીભાઈ ચૌધરી સાગર સૈનિક સ્કૂલનું ખાતમુહુર્ત કરવામાં આવશે. ભારતમાં સૌપ્રથમ ગુજરાતમાં સૈનિક સ્કૂલ […]

Gujarat

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમગ્ર ભારતમાં પ્રથમ એવી સહકારી સંસ્થા દ્વારા સંચાલિત સૈનિક સ્કૂલનું આવતી કાલે તા.૪થી જુલાઈએ ખાતમુહૂર્ત

મહેસાણા જિલ્લાના બોરીયાવી ગામે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં 4 જુલાઈના રોજ શ્રી મોતીભાઈ ચૌધરી સાગર સૈનિક સ્કૂલનું ખાતમુહુર્ત કરવામાં આવશે.

ગુજરાતમાં બનશે ભારતની પ્રથમ સૈનિક સ્કૂલ

ભારતમાં સૌપ્રથમ ગુજરાતમાં સૈનિક સ્કૂલ બનવા જઈ રહી છે. દૂધ સાગર ડેરીની એજન્સી દૂધ સાગર રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ એસોસીએસન (DURDA) દ્વારા આ સૈનિક સ્કૂલનું સંચાલન કરવામાં આવશે. 4 જુલાઈના રોજ સ્કૂલનું ખાતમુહુર્ત કરવામાં આવશે. આ દરમિયાન વર્ચ્યુઅલ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ હાજરી આપશે.

શ્રી મોતીભાઈ ર. ચૌધરી સાગર સૈનિક સ્કૂલ મહેસાણાથી 11 કી.મી દૂર બોરીયાવી ગામે 75 કરોડના ખર્ચે અને 11 એકર જમીનમાં નિર્માણ કાર્ય કરવામાં આવશે. કોઈ સહકારી સંસ્થા દ્વારા સંચાલિત સૈનિક સ્કૂલ સમગ્ર ભારતમાં પ્રથમ સ્કૂલ હશે.

દૂધ સાગર ડેરીની એજન્સી દૂધ સાગર રીસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ એસોસીએસન (DURDA) દ્વારા આ સૈનિક સ્કૂલનું સંચાલન કરવામાં આવશે. રક્ષા મંત્રાલય દ્વારા તા. 2 ઓગસ્ટ, 2022નાં રોજ સૈનિક સ્કૂલ માટે પરવાનગી આપવામાં આવી હતી.

મહેસાણા જિલ્લાના બોરીયાવી ગામે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને સહકાર મંત્રી જગદીશ પંચાલની હાજરીમાં 4 જુલાઈના રોજ શ્રી મોતીભાઈ ચૌધરી સાગર સૈનિક સ્કૂલનું ખાતમુહુર્ત કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ સાગર સૈનિક સ્કૂલમાં વર્ષ 2022-23 એકેડેમિક વર્ષમાં ધોરણ-6માં 46 છોકરા અને 4 છોકરી એમ કુલ 50 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો.જયારે વર્ષ 2023-24 નાં એકેડેમિક વર્ષમાં સીટની સંખ્યા વધારીને 80 કરવામાં આવી છે.જેમાં 10 ટકા છોકરીઓ માટે આરક્ષિત કરાઈ છે.ધોરણ-6માં 51 છોકરા અને 4 છોકરી એમ કુલ 55 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.હાલમાં આ વિદ્યાર્થીઓ દૂધ સાગર ડેરી સ્થિત MIDFT (માનસિંહભાઈ ઇન્સ્ટીટ્યુટ ઓફ ડેરી એન્ડ ફૂડ ટેકનોલોજી) માં અભ્યાસ કરી રહ્યા છે.