Not Set/ રેસીપી – આ રીતે બનાવો ગણપતિ બાપા માટે મોદકનો પ્રસાદ

સામગ્રી, 200 ગ્રામ મેદો 200ગ્રામ દળેલી ખાંડ 200ગ્રામ કોપરાનું છીણ બે ચમચી ઈલાયચીનો ભૂકો અડધો કપ કતરેલા કાજુ બદામ અડધો કપ કિશમિશ મોણ માટે એક ચમચો તેલ તળવા માટે ઘી બનાવવાની રીત પહેલા મેદામાં તેલનુ મોણ નાખીને તેનો રોટલી જેવો લોટ બાંધી લો પછી તેને અડધો કલાક માટે બાજુમાં મૂકી રાખો. હવે કોપરાના છીણમાં દળેલી […]

Uncategorized
aaaaaaaaaaamahi 11 રેસીપી - આ રીતે બનાવો ગણપતિ બાપા માટે મોદકનો પ્રસાદ

સામગ્રી,

200 ગ્રામ મેદો

200ગ્રામ દળેલી ખાંડ

200ગ્રામ કોપરાનું છીણ

બે ચમચી ઈલાયચીનો ભૂકો

અડધો કપ કતરેલા કાજુ બદામ

અડધો કપ કિશમિશ

મોણ માટે એક ચમચો તેલ

તળવા માટે ઘી

બનાવવાની રીત

પહેલા મેદામાં તેલનુ મોણ નાખીને તેનો રોટલી જેવો લોટ બાંધી લો પછી તેને અડધો કલાક માટે બાજુમાં મૂકી રાખો. હવે કોપરાના છીણમાં દળેલી ખાંડ, ઈલાયચીનો ભૂકો, કાજુ-બદામ કતરેલા, કિશમિશ નાખીને તેને મિક્સ કરો.

આ થઈ જાય અને અડધો કલાક પછી લોટના એકવીસ લૂઆ વાળી લો દરેક લૂઆની મધ્યમ આકારની પૂરી વણો. આ પૂરીમાં ખાંડ અને કોપરાનું મિશ્રણ ભરીને તેને મોદકનો આકાર આપો.

આ રીતે બધા મોદક તૈયાર કરો. એક કઢાઈમાં ઘી ગરમ કરો. ગેસ ધીમો કરી થોડા થોડા કરીને બધા મોદક તળી લો.

તૈયાર છે મોદક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.