#Lokarapan/ ગુજરાતનાં આંગણે આજે અનેરો અવસર, ગીરનાર રોપ-વે સહિત PM મોદી 3 પ્રોજેક્ટનું કરશે વર્ચ્યુઅલ લોકાર્પણ

ગુજરાત સહિત દેશ – દુનિયાનાં લાખો – કરોડો શ્રદ્ધાળુ અને પ્રકૃતી પ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા, તે પળને પામવાનો અવસર આવી ચૂક્યો છે. જી હા, આજે ગુજરાત માટે અનેક કારણો સાથે મહત્વનો દિવસ છે તેવુ કહી શકાય. ગુજરાતની જનતા અને PM મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે એશિયાનો ૨.૩ કિલોમીટર સૌથી લાંબો ગિરનાર રોપ વેનું […]

Top Stories Gujarat Others
pm modi ગુજરાતનાં આંગણે આજે અનેરો અવસર, ગીરનાર રોપ-વે સહિત PM મોદી 3 પ્રોજેક્ટનું કરશે વર્ચ્યુઅલ લોકાર્પણ

ગુજરાત સહિત દેશ – દુનિયાનાં લાખો – કરોડો શ્રદ્ધાળુ અને પ્રકૃતી પ્રેમીઓ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા, તે પળને પામવાનો અવસર આવી ચૂક્યો છે. જી હા, આજે ગુજરાત માટે અનેક કારણો સાથે મહત્વનો દિવસ છે તેવુ કહી શકાય. ગુજરાતની જનતા અને PM મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ એટલે એશિયાનો ૨.૩ કિલોમીટર સૌથી લાંબો ગિરનાર રોપ વેનું પ્રધાનમંત્રી દિલ્હીથી ઈ લોકાર્પણ કરીને જાહેર જનતા માટે ખુલ્લો મુકશે. PM મોદી આજે એટલે કે શનિવારને આઠમાં નોરતે ગુજરાતને આરોગ્ય રક્ષા, પ્રવાસન વિકાસ અને કૃષિ કલ્યાણના ત્રિવિધ વિકાસ પ્રકલ્પોની ડિઝીટલ માધ્યમથી ભેટ અર્પણ કરશે.

ગિરનાર રોપ વેનાં ઈ લોકાર્પણ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં વિધિવત રીતે લોકાર્પણ થયા બાદ મુખ્યમંત્રી રોપ વે માં બેસીને ગિરનાર પર જશે અને ત્યાં અંબાજી મંદિરે શિશ ઝુકાવીને આશીર્વાદ મેળવશે.

 PM સવારે ૧૦-૩૦ કલાકે નવી દિલ્હીથી વીડિયો લિંક દ્વારા ગુજરાતના આ ત્રણ પ્રકલ્પોના પ્રજાર્પણ કરવાના છે. જેમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાની કિસાન સૂર્યદય યોજના, યુ.એનમાં બાળકોના હૃદયરોગની સારવાર માટેની હોસ્પિટલનું લોકાર્પણ તથા એશિયાના સૌથી મોટા રોપ-વે ગિરનાર રોપ-વેનું લોકાર્પણ સમાવેશ થાય છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઊર્જા મંત્રી સૌરભપટેલ જૂનાગઢ ખાતેથી સહભાગી થશે.નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મહેસૂલ મંત્રી કૌશિક પટેલ યુ.એન.મહેતા હોસ્પિટલ અમદાવાદથી સમારોહમાં જોડાશે

ઉલ્લેખનીય છે કે, આવી જ રીતે જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે ગિરનાર રોપ વેના લોકાર્પણને ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. રોપ વે ટ્રોલીને ફૂલોથી શણગારવામાં આવી છે, પ્રથમ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં પીટીસી ગ્રાઉન્ડમાં સવારે ૧૦ કલાકે કિશાન સૂર્યોદય યોજનાનું વડાપ્રધાનના હસ્તે ઈ લોકાર્પણ થયા બાદ ૧૧.૩૦ કલાકે મુખ્યમંત્રી રોપ વે સાઈટ પર જશે ત્યાં લોકાર્પણ બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી, ઉર્જા મંત્રી સૌરભ પટેલ, પ્રવાસન મંત્રી જવાહર ચાવડા અને સાંસદ રાજેશ ચુડાસમા રોપ વે માં બેસીને ગિરનાર પર જશે અને ત્યાં અંબાજી મંદિરે માતાજીના દર્શન અને પૂજન કરીને શિશ ઝુકાવશે.

આ સાથે જ મુખ્યમંત્રી ટીકીટના દર જાહેર કરશે. ત્યાર બાદ નીચે ઉતરીને 12.15 કલાકે તેઓ ગિરનાર રોડ પર રિસોર્ટનું મુખ્યમંત્રી ઉદઘાટન કરનાર છે, ત્યાં 45 મિનીટનું તેમનું રોકાણ છે. એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેમાં બેસવાનો દર 750, બાળકો માટે 350 રહેશે. કંપનીએ રોપ વેમાં જવાના દર નક્કી કર્યા છે. રોપ વેમાં બેસવા માટે 750 ટુ વે જ્યારે બાળકો માટેનો દર રૂ. 350 નક્કી કરાયા છે. વન વ ટિકિટનો દર 400નો રહેશે.પ્રત્યેક ટ્રોલી કેબિનમાં 8 વ્યકિતની ક્ષમતા ધરાવતી કુલ રપ ટ્રોલી કેબિન આ રોપ-વે માં કાર્યરત રહેશે અને દર કલાકે બેય તરફ્ 800 જેટલા યાત્રિકો અવર-જવર કરી શકશે.

ઉલ્લેખનીય છે કે, 2007 માં નરેન્દ્ર મોદીએ આ પ્રોજેક્ટનું ખાતમુર્હૂત કર્યું હતું. 2007 માં જયારે નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ખાતમુર્હૂત કર્યું હતું. રોપ વે માટે સાધુ-સંતોની ઉપસ્થિતિમાં વિધિવત પાયો નાખ્યો હતો, રોપ વે વિશે જાણીએ તો ગિરનાર પર્વતમાળા અંદાજે 200 ચોરસ કિલોમીટર વિસ્તારમાં પથરાયેલ છે. જેમાંથી 179 ચોરસ કિલોમીટર વિસ્તારને 1980 માં રીઝર્વ ફેરેસ્ટ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો, તેના પાંચ વર્ષ પછી એટલે 1985 માં ગુજરાત પ્રવાસન નિગમની ગિરનાર પર રોપ-વે શરુ કરવાની દરખાસ્તને મંજુરી મળતા 194 માં ઉષા બ્રેકો વચ્ચે કરાર થયા હતા. દશેક વર્ષની ચર્ચા પછી ફેરેસ્ટની 9.91 હેક્ટર જમીન ગુજરાત પ્રવાસન નિગમને હવાલે કરવાનો નિર્ણય થયો કે જે ગિરનાર તળેટીથી અંબાજી સુધી રોપ-વે માટે ફળવવામાં આવેલ છે. રોપ-વે માટે 91132 ચો.મી.ની જરૂરિયાત સામે 71294 ચો.મી.જમીન ફળવવામાં આવી હતી અને રોપ વે સાકાર થયો છે.

યુ.એન. મહેતામાં હૃદયની બીમારી ધરાવતાં બાળકોની સારવાર માટે અલાયદી વ્યવસ્થા

સિવિલ હોસ્પિટલ કેમ્પસમાંયુ.એન.મહેતા હાર્ટ રિસર્ચ ઇન્સ્ટીટયુટને રૂ. 470 કરોડના ખર્ચે અત્યાધુનિક સાધનથી સજ્જ કરાઇ છે. આ હોસ્પિટલમાં 850 પથારીની સુવિધા ઉપલબ્ધ બની છે. ઉપરાંત નાના બાળકો કે જન્મતાની સાથે કે જન્મ્યા બાદ હૃદયની બીમારી ધરાવતા હોય તેમને સારવાર આપવા અલાયદી વ્યવસ્થા છે તેનું ઇ-લોકાર્પણ વડાપ્રધાન કરશે. અહીં 15 કાર્ડિયાક ઓપરેશન થિયેટર, ૫ કાર્ડીયાક કેથલેબ, એક હાઇબ્રીડ કાર્ડિયાક ઓપરેશન થિયેટર સાથેની કેથલેબ, 176 બાળકો અને સર્જીકલ / મેડીકલ આઇ.સી.સી.યુ. બેડ, 114 હ્યદયરોગની તકલીફ ધરાવતા બાળકો માટેના જનરલ વોર્ડથી સજ્જ છે.