સુરતઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનકાળ પછી હાર્ટ એટેકના બનાવમાં વધારો થયો છે. ત્યારે આજે સુરત શહેરમાં હાર્ટ એટેકના બે શંકાસ્પદ કિસ્સા સામે આવ્યાં છે. આ મુદે લાંબા સમયથી ICMRનુ સ્ટડી ચાલી રહ્યું છે. પરંતુ હજું સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી.
શહેરના ખટોદરામાં 35 વર્ષીય સિક્યુરીટી ગાર્ડ અને પાર્લેપોઈન્ટમાં 52 વર્ષીય વોચમેનનું શંકાસ્પદ હાર્ટએટેકના કારણે મોત નીપજ્યું છે. યુવાન અને આધેડના મોતને લઈને ફરીથી હાર્ટ એટેકથી ચકચાર મચી છે.
મૂળ બિહારના વતની 35 વર્ષીય પવન ગંગાવિષ્ણુ ઠાકુર ખટોદરામાં એક કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આજે બપોરે 12:30 વાગ્યાની આસપાસ પવન ફોન પર વાત કરતાં હતો તે સમયે અચાનક તે બેભાન થઇ ગયો હતો.
કંપનીના માણસોએ પવનને કારમાં સારવાર માટે નવી સિવિલ હૉસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે પવનને મૃત જાહેર કર્યો હતો. પવનનું મોત હાર્ટ એટેકથી નિપજ્યું હોવાનું ડૉકટરે સંભાવના વ્યક્ત કરી હતી. મોતનું સચોટ કારણ પીએમ રિપોર્ટ બહાર આવશે.
બીજા બનાવમાં શહેરના પાર્લેપોઈન્ટમાં સામે આવ્યો છે. પ્રતિસ્થા કોમ્પ્લેક્સના 52 વર્ષીય વોચમેનને શંકાસ્પદ હાર્ટએટેક આવ્યો હતો. જમ્યા બાદ છાતીમાં દુઃખાવો થતા રામજીભાઈ ઢળી પડ્યા હતા. સુરત શહેરમાં આજે એક જ દિવસમાં 2 લોકોના શંકાસ્પદ હાર્ટ એટેકથી મોત થયું હતું. બંન્નેના મૃતદેહને પોસ્ટમાર્ટમ માટે PM રૂમ ખસેડાયા હતાં. મોતનું સાચું કારણ જાણવા PMની કાર્યવાહી હાથ ધરાઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ mantavyanews.com સાથે.
તમે અમને Facebook, Twitter, WhatsApp, Telegram, Instagram, Koo અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો mantavyanews.com ની મોબાઇલ એપ્લિકેશન.