બોક્સ ઓફિસ/ રજનીકાંતની અન્નતે ફિલ્મે 3 દિવસમાં 100 કરોડની કમાણી કરી

રજનીકાંતની તાજેતરમાં રિલીઝ થયેલી અન્નતે ફિલ્મને પ્રેક્ષકો અને વિવેચકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હોવા છંતા પણ ત્રણ દિવસમાં વિશ્વભરમાંથી 100 કરોડની કમાણી કરી છે

Entertainment
RAJNIKANT રજનીકાંતની અન્નતે ફિલ્મે 3 દિવસમાં 100 કરોડની કમાણી કરી

સુપરસ્ટાર રજનીકાંતની તાજેતરમાં રિલીઝ થયેલી અન્નતે ફિલ્મને પ્રેક્ષકો અને વિવેચકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હોવા છંતા પણ ત્રણ દિવસમાં વિશ્વભરમાંથી 100 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મ શિવા દ્રારા દિગ્દર્શિત કરવામાં આવી છે અન્નતે એક ગામડાના પ્રમુખની સ્ટોરી છે ,તે રજનીકાંત દ્વારા ભજવવામાં આવી છે. જે તેની બહેનની સંભાળ રાખવા કોલકાતા જાય છે. આ ફિલ્મમાં કીર્તિ સુરેશ રજનીકાંતની બહેનની ભૂમિકા નિભાવી છે. આ ઉપરાંત ફિલ્મમાં ખુશ્બુ સુંદર, મીના અને જગપતિ બાબુ પણ મુખ્ય ભૂમિકામાં છે ત્રણ દિવસમાં જ આ ફિલ્મે 100 કરોડની રેકોર્ડ કમાણી કરી લીધી છે.

તમિલનાડુ સહિત અનેક સ્થળથી મિશ્ર પ્રતિસાદ હોવા છતાં, ફિલ્મે બોક્સ-ઓફિસ પર અવિશ્વસનીય રીતે સારો દેખાવ કર્યો છે. અન્નત્તે વિશ્વભરમાં માત્ર ત્રણ દિવસમાં ₹100 કરોડની ક્લબમાં સામેલ થઇ છે. દિવાળી વીકએન્ડ હોવાથી દર્શકો મૂવી જોવા માટે ઉત્તસાહિત જોવા મળ્યા હતા,આવનારા દિવસોમાં ફિલ્મ કેવી ચાલશે તે જોવાનું રહ્યું. રજનીકાંતની નવ ફિલ્મો છે જેમણે બોક્સ-ઓફિસ પર ₹100 કરોડથી વધુની કમાણી કરી છે. રજનીકાંતને ફિલ્મનો સૈૈાથી મોટો પુરસ્કાર દાદા સાહેબ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે.