Rupala-Nomination/ ક્ષત્રિયોના વિરોધ પ્રદર્શન વચ્ચે રાજકોટમાં રૂપાલાનું શક્તિપ્રદર્શનઃ કુળદેવીના આશીર્વાદ લીધા

કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે આજે શક્તિ પ્રદર્શન કરતા મોટી જનમેદનીમાં ફોર્મ ભરવા નીકળ્યા છે. તેઓ વિજયમુહૂર્તમાં પોતાનું ઉમેદવારીપત્રક ભરવાના છે. રૂપાલાએ યાજ્ઞિક રોડ પર જાગનાથ મંદિરે ભગવાન શંકરસમક્ષ શીશ ઝુકાવ્યું હતું. તેના પછી તેમની જંગી રેલી બહુમાળી ભવનચોક તરફ પહોંચી હતી.

Top Stories Gujarat Trending Breaking News
Beginners guide to 89 ક્ષત્રિયોના વિરોધ પ્રદર્શન વચ્ચે રાજકોટમાં રૂપાલાનું શક્તિપ્રદર્શનઃ કુળદેવીના આશીર્વાદ લીધા

રાજકોટઃ કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે આજે શક્તિ પ્રદર્શન કરતા મોટી જનમેદનીમાં ફોર્મ ભરવા નીકળ્યા છે. તેઓ વિજયમુહૂર્તમાં પોતાનું ઉમેદવારીપત્રક ભરવાના છે. રૂપાલાએ યાજ્ઞિક રોડ પર જાગનાથ મંદિરે ભગવાન શંકરસમક્ષ શીશ ઝુકાવ્યું હતું. તેના પછી તેમની જંગી રેલી બહુમાળી ભવનચોક તરફ પહોંચી હતી.

રૂપાલાના સમર્થનમાં હજારો કાર્યકરો ઉમટી પડ્યા છે. તેની સાથે પરસોત્તમ રુપાલાની સાથે ભૂતપૂર્વ મુખ્યમંત્રી, કર્ણાટકના ભૂતપૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિતના હોદ્દેદારો હાજર છે. રૂપાલાની સાથે ગોંડલની ભૂતપૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, જેતપુરના ધારાસભ્યર જયેશ રાદડીયા, મેયર નયનાબેન પેઢડિયા હાજર છે. મોહન કુંડિરાયે રેલીના બદલે સીધા સભાના સ્થળે પહોંચ્યા છે. આ ઉપરાંત કેસરીદેવસિંહ ઝાલા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, રાજ્યસભા સાંસદ રામ મોકરિયા, ધારાસભ્ય દર્શિતા શાહ, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, કુંવરજી બાવળિયા સહિતના બધા હાજર રહ્યા છે. આમ હજારો સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા અને જયશ્રી રામ તથા ભાજપ આવે છેના નારા લાગ્યા હતા.

 તેઓ બપોરે 12.39ના ટકોરે વિજય મુહૂર્તમાં લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી ફોર્મ ભરશે. પરસોત્તમ રૂપાલાની રેલુ બહુમાળીભવન ચોક વટાવી ચૂકી છે. હવે ટૂંક સમયમાં સભા શરૂ થશે. ઢોલ નગારાના તાલે સંસ્કૃતિની એક ઝલક બતાવવા પરસોત્તમ રૂપાલાની રેલી નીકળી હતી. જિલ્લા પંચાયત ચોકથી બહુમાળી ભવન ચોક તરફ નીકળેલી રેલીના બંને તરફના રસ્તાઓ ભરેલા હતા.  જાગનાથ મંદિરેથી પરસોત્તમ રૂપાલાની ખુલ્લી જીપમાં રેલી નીકળી હતી. તેમની સભા મટે બહુમાળી ભવન ચોક ખાતે વિશાળ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ થાય તે માટે આંદોલન કરી રહ્યો છે. બે દિવસ પહેલા રાજકોટના રતનપરમાં ક્ષત્રિય સમાજના મહાસંમેલનમાં દોઢ લાખથી વધુ લોકો હાજર રહ્યા હતા. રૂપાલાએ આ ઉપરાંત ગઇકાલે પણ મોરબી ખાતે વિશાળ રેલી યોજીને જનસભા સંબોધી હતી. તેમા સુરેન્દ્રનગર બેઠક પરના ભાજપ ઉમેદવાર ચંદુભાઈ શિહોરા અને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા સહિતના આગેવાનો જોડાયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વિધર્મી યુવકે મહિલાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યું

આ પણ વાંચો:પોરબંદર ભાજપના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ભર્યું નામાંકન ફોર્મ

આ પણ વાંચો:કેસર કેરીથી જાણીતા આ જીલ્લાના રાજકારણની આ છે ખાસીયત,વાંચો મંતવ્ય ન્યૂઝનો ખાસ અહેવાલ

આ પણ વાંચો:વિઝા એજન્સીના માલિકે જીમ સંચાલક સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરી