Maharashtra/ મહારાષ્ટ્રના ઉદયપુર જેવો કેસ, કેમિસ્ટનું ગળું કાપીને હત્યા

આ કેસમાં અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, નૂપુર શર્માએ પયગંબર મોહમ્મદ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી…

Top Stories India
Umesh Kolhe Murder Case

Umesh Kolhe Murder Case, મહારાષ્ટ્રના અમરાવતીમાં કેટલાક લોકોએ 54 વર્ષીય કેમિસ્ટ ઉમેશ કોલ્હેની ચાકુ મારીને હત્યા કરી હતી. આ કેસમાં કાર્યવાહી કરીને પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી છે. રાજસ્થાનના ઉદયપુરના દરજી કન્હૈયા લાલની જેમ કેમિસ્ટ ઉમેશ કોલ્હેએ પણ નૂપુર શર્માને ટેકો આપ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, કેમિસ્ટ ઉમેશ કોલ્હેએ સસ્પેન્ડ કરાયેલા ભાજપ પ્રવક્તા નુપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર કથિત રીતે કેટલીક ટિપ્પણીઓ કરી હતી. અધિકારીઓને શંકા છે કે આ પોસ્ટને લઈને ઉમેશ કોલ્હેની હત્યા કરવામાં આવી છે.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ઉમેશ કોલ્હેની 21 જૂને હત્યા કરવામાં આવી હતી અને આ કેસમાં અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, નૂપુર શર્માએ પયગંબર મોહમ્મદ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેના વિરોધમાં દેશ અને દુનિયાના ઘણા ભાગોમાં પ્રદર્શનો થયા હતા.

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના ઉદયપુરમાં દરજી કન્હૈયા લાલની હત્યાના એક અઠવાડિયા પહેલા આ ઘટના બની હતી. અમરાવતી સિટી કોતવાલી પોલીસ સ્ટેશનના એક અધિકારીએ કહ્યું, ‘ઉમેશ અમરાવતીમાં દવાની દુકાન ચલાવતો હતો. તેણે નુપુર શર્માના સમર્થનમાં કેટલાક વોટ્સએપ ગ્રુપમાં એક પોસ્ટ શેર કરી હતી. ઉમેશે ભૂલથી આ પોસ્ટ એક વોટ્સએપ ગ્રુપમાં મોકલી હતી જેમાં અન્ય સમુદાયના સભ્યો પણ હતા.

અધિકારીના જણાવ્યા અનુસાર, ઈરફાન ખાન નામના વ્યક્તિએ કથિત રીતે ઉમેશની હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને આ માટે પાંચ લોકોની મદદ લીધી હતી. તેણે કહ્યું કે ઈરફાને તે પાંચ લોકોને 10 હજાર રૂપિયા આપવા અને કારમાં સુરક્ષિત રીતે ભાગી જવા માટે મદદ કરવાનું વચન આપ્યું હતું.

આ પણ વાંચો: Viral Video/ વિરાટ કોહલી મેચ દરમિયાન નિરાશ અને ઉદાસ જોવા મળ્યો, જુઓ આ વાયરલ વીડિયો

આ પણ વાંચો: threate/ મૃતક કમલેશ તિવારીની પત્નીને પણ મળ્યો ધમકીભર્યો, ઉર્દૂમાં લખાયેલું હતું – ‘પતિની જગ્યાએ પહોંચાડીશ’

આ પણ વાંચો: અયોધ્યા/ અયોધ્યાના મહંત પરમહંસ દાસે ઓવૈસીનું પોસ્ટર સળગાવ્યું, કહ્યું- આગલી વખતે જીવતા સળગાવીશ