Not Set/ મૂડ ઓફ ધી નેશન પોલ દ્વારા કરાયેલા સર્વેમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા પહેલા જેવી જ યથાવત

કેન્દ્રમાં સત્તા પર આવ્યાના 3 વર્ષ પૂરા થયા બાદ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા પહેલા જેવી જ યથાવત છે…મૂડ ઓફ ધી નેશન પોલ દ્વારા કરાયેલા સર્વેમાં આ સામે આવ્યું છે….એજન્સીના સર્વે મુજબ ભારતમાં પીએમ મોદીની લોકપ્રિયતા હજુ પણ સૌથી ટોચ પર છે……આ જાણવા માટે સંસ્થાએ જુદા જુદા રાજ્યોના જુદા જુદા જિલ્લાઓમાં જઈને 12 હજાર 178 […]

India
modi red 1502768841 મૂડ ઓફ ધી નેશન પોલ દ્વારા કરાયેલા સર્વેમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા પહેલા જેવી જ યથાવત

કેન્દ્રમાં સત્તા પર આવ્યાના 3 વર્ષ પૂરા થયા બાદ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા પહેલા જેવી જ યથાવત છે…મૂડ ઓફ ધી નેશન પોલ દ્વારા કરાયેલા સર્વેમાં આ સામે આવ્યું છે….એજન્સીના સર્વે મુજબ ભારતમાં પીએમ મોદીની લોકપ્રિયતા હજુ પણ સૌથી ટોચ પર છે……આ જાણવા માટે સંસ્થાએ જુદા જુદા રાજ્યોના જુદા જુદા જિલ્લાઓમાં જઈને 12 હજાર 178 લોકોનો સર્વે કરવામાં આવ્યો..જેમાં તેમને નરેન્દ્ર મોદી અંગે તેમના મંતવ્ય જાણવામાં આવ્યા..જેમાં મોટા ભાગના લોકોએ પીએમ મોદીના શાસનની પ્રશંસા કરી..સર્વે દરમિયાન લોકોએ જણાવ્યું કે દેશમાં જે આર્થિક સંકટની સ્થિતિ જોવા મળી રહી છે તેની પાછળ બેરોજગારી મુખ્ય કારણ છે….જો કે સર્વેમાં એ પણ સામે આવ્યું છે કે ખેડૂતો દેવાને કારણે આત્મહત્યા કરી રહ્યા છે તેમજ રોજિંદી ખાદ્ય વસ્તુઓના ભાવ જે વધી રહ્યા છે તેને કારણે લોકો જરૂર પરેશાન છે..અને 17 ટકા લોકોને નોકરી મળશે કે કેમ તે અંગે વિશ્વાસ નથી..નોટબંધી અંગે લોકોનું કહેવું છે કે નોટબંધીથી લોકોને નુકસાન જ થયું છે અને ખાસ કંઈ લાભ નથી થયો. જો કે તેમ છતાં લોકો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પસંદ કરી રહ્યા છે.