Not Set/ ભારતના સોનમ વાંગચૂક અને ભારત વટવાનીને મળ્યો રેમન મેગ્સેસે એવોર્ડ

એશિયાના નોબલ પુરસ્કાર મનાતા રેમન મેગ્સેસે એવોર્ડ મેળવનારાઓમાં બે ભારતીય પણ શામેલ છે. આ લિસ્ટમાં કંબોડિયાના નરસંહારમાંથી બચીને નીકળનારા શખ્સનું નામ પણ શામેલ છે. ભારતીય ભારત વટવાનીને સડક પાર ભીખ માંગવાવાળા હજારો માનસિક રોગીઓ નો ઈલાજ કરાવવા અને એમને એમના પરિવાર સાથે મુલાકાત કરાવવા બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. જયારે સોનમ વાંગચૂક ને પ્રકૃતિ, સંસ્કૃતિ અને […]

Top Stories India
Magsaysay Award L ભારતના સોનમ વાંગચૂક અને ભારત વટવાનીને મળ્યો રેમન મેગ્સેસે એવોર્ડ

એશિયાના નોબલ પુરસ્કાર મનાતા રેમન મેગ્સેસે એવોર્ડ મેળવનારાઓમાં બે ભારતીય પણ શામેલ છે. આ લિસ્ટમાં કંબોડિયાના નરસંહારમાંથી બચીને નીકળનારા શખ્સનું નામ પણ શામેલ છે.

ભારતીય ભારત વટવાનીને સડક પાર ભીખ માંગવાવાળા હજારો માનસિક રોગીઓ નો ઈલાજ કરાવવા અને એમને એમના પરિવાર સાથે મુલાકાત કરાવવા બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. જયારે સોનમ વાંગચૂક ને પ્રકૃતિ, સંસ્કૃતિ અને શિક્ષણ દ્વારા સામુદાયિક પ્રગતિ માટે કામ કરવાને લઈને આ એવોર્ડ મળ્યો છે.

https://twitter.com/rmafoundation/status/1022316592426672128

ડોક્ટર ભારત વટવાની અને એમની પત્નીએ પહેલા નાના સ્તર પર માનસિક બીમાર અને સડકો પર રહેતા લોકોનો પ્રાઇવેટ ક્લિનિકમાં ઈલાજ કરાવવાનું શરુ કર્યું હતું. ત્યારબાદ એમણે સડકો પર રહેતા માનસિક રોગીઓ ને આશ્રય આપવો, ખાવાનું આપવું, માનસિક ઈલાજ કરાવવો અને પરિવાર સાથે મુલાકાતના હેતુથી 1988માં શ્રદ્ધા રિહેબિલિટેશન ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. આ કામમાં વટવાની પરિવારની મદદ પોલીસ, સામાજિક કાર્યકર્તાઓ અને કેટલાક અન્ય લોકો પણ કરતા હતા.

707021 untitled design 77 e1532609379858 ભારતના સોનમ વાંગચૂક અને ભારત વટવાનીને મળ્યો રેમન મેગ્સેસે એવોર્ડ

સોનમ વાંગચૂક 1988માં એન્જીનીયરીંગની ડિગ્રી મેળવ્યા બાદ સ્ટુડન્ટ્સ એજ્યુકેશન એન્ડ કલ્ચરલ મુવમેન્ટ ઓફ લડાખ(SECMOL)ની સ્થાપના કરી અને લડાખના વિદ્યાર્થીઓને કોચિંગ આપવાનું શરુ કર્યું હતું. 1994માં વાંગચૂકે ઓપરેશન ન્યુ હોપ(ONH) શરુ કર્યું હતું. ONH પાસે 700 શિક્ષકો, 1000 VEC લીડર્સ હતા. આનાથી વિદ્યાર્થીઓને મેટ્રિકની પરીક્ષામાં ઘણો ફાયદો મળ્યો હતો. 1996માં 5 ટકા વિદ્યાર્થીઓ પાસ થઇ શકતા હતા, જયારે 2015 આંકડો વધીને 75 ટકા થઇ ગયો હતો.

ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિનું 1957માં એક પ્લેન ક્રેશમાં મૃત્યુ થઇ ગયું હતું. ત્યારબાદ આ એવોર્ડની શરૂઆત કરવામાં આવી હતી. આ એવોર્ડ 31 ઓગસ્ટના રોજ મનિલામાં આપવામાં આવશે.