Not Set/ #Covid19/ શહેરી વિસ્તારોમાં કોરોનાને રોકવા માટે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઈડલાઇન

સમગ્ર વિશ્વમાં આજે કોરોનાનો કહેર છે ત્યારે દરેક દેશ પોતાને કોરોના મુક્ત કરવા માટે લોકડાઉનને આગળ વધારી રહ્યા છે. ત્યારે જો ભારતની વાત કરવામાં આવે તો કોરોના સામેની લડાઇમાં ભારત પણ પાછળ નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ 19 વિરુદ્ધની લડાઈ લડી રહેલા ફ્રન્ટલાઈન વર્કર્સનો ઉત્સાહ અને મનોબળ વધારવા માટે હંમેશા દેશવાસીઓને અપીલ કરી છે. […]

India
75506d06cc988b853a30a7d7c3fd26fc #Covid19/ શહેરી વિસ્તારોમાં કોરોનાને રોકવા માટે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઈડલાઇન
75506d06cc988b853a30a7d7c3fd26fc #Covid19/ શહેરી વિસ્તારોમાં કોરોનાને રોકવા માટે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઈડલાઇન

સમગ્ર વિશ્વમાં આજે કોરોનાનો કહેર છે ત્યારે દરેક દેશ પોતાને કોરોના મુક્ત કરવા માટે લોકડાઉનને આગળ વધારી રહ્યા છે. ત્યારે જો ભારતની વાત કરવામાં આવે તો કોરોના સામેની લડાઇમાં ભારત પણ પાછળ નથી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ 19 વિરુદ્ધની લડાઈ લડી રહેલા ફ્રન્ટલાઈન વર્કર્સનો ઉત્સાહ અને મનોબળ વધારવા માટે હંમેશા દેશવાસીઓને અપીલ કરી છે. લૉકડાઉન 3 આજે ખતમ થઈ રહ્યું છે, એામાં નવા લૉકડાઉનને લઈ નવી ગાઈડલાઈન જાહેર કરતા પહેલા સ્વાસ્થ્ય મંત્રાલયે શહેરી વિસ્તારો માટે એક નવી સૂચી જાહેર કરી છે. હેલ્થ મિનિસ્ટરી મુજબ જો શહેરી સિસ્ટમ કેટલીક વસ્તુઓનો ખ્યાલ રાખશે તો કોરોના વાયરસના સંક્રમણને રોકી શકાશે.

શહેરી વિસ્તારોમાં એમ્બ્યુલેન્સની વ્યવસ્થા સુનિશ્ચિત રહેશે અને એક ટોલ ફ્રી નબર પણ જાહેર કરવામાં આવશે.

આમા સ્વાસ્થ્ય કેન્દ્રો, દવાખાનામાં સ્વાસ્થ્યીકર્મીઓ, એએનએમ, આશા કાર્યકર્તાઓ, નિગમોના સ્વાસ્થ્યકર્મી, સફાઈ કર્મચારી, સામુદાયિક સ્વાસ્થ્ય સ્વયંસેવક અને અન્ય સ્વયંસેવકો વગેરેની ઓળખ કરવી સામેલ છે.

ગાઈડલાઈન મુજબ દેખરેખ રાખતા તંત્રને કોવિડ 19 દર્દીના સપર્કમાં આવેલા લોકોનો પતો લગાવવો પડશે, જેમાં ઢિલાઈ બરદાસ્ત નહિ થાય.

શહેરી ક્ષેત્રોમાં મહામારીના પ્રસારને રોકવા માટે ઈંસિડેન્ટ કમાંડરની ઓળખ કરવામાં આવશે.

ઈંસિડેન્ટ કમાંડર નગર કમિશ્નરને રિપોર્ટ કરશે.

ક્લિનિકલ આસિસમેન્ટ અને પ્રભાવી હોમ ક્વારંટાઈનના માધ્યમથી હાઈ રિસ્ક પોપ્યુલેશનને બચાવ કરી શકાય છે.

પ્લાનિંગ, ઓપરેશન, લૉજિસ્ટિક અને ફાઈનાન્સ ટીમને સંભાળવાનું કામ જેનું હશે તેમણએ કોરોના સંક્રમણને ફેલાતો રોકવા પર કામ કરવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.