અગ્રણી સ્વાતંત્ર્ય સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની આજે 123 મી જન્મજયંતિ નિમિત્તે છે. દેશને આઝાદ કરવામાં જેટલુ યોગદાન મહાત્મા ગાંધીજીનું રહ્યુ હતુ, તેટલુ જ નેતાજીનું પણ માનવામાં આવે છે. નેતાજી હજી પણ સમગ્ર દુનિયાનાં લોકો માટે પ્રેરણારૂપ છે. તેમનો મુખ્ય સૂત્ર આજે પણ દરેક ભારતીય લોકોનાં મનમાં રહે છે – ‘તમે મને લોહી આપો, હું તમને આઝાદી આપીશ.’ તેમની જન્મજયંતિ નિમિત્તે દેશનાં ઘણા ભાગોમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897 નાં રોજ ઓડિશામાં થયો હતો. તે તેના માતાપિતાનાં 14 બાળકોમાં 9 માં સંતાન હતા. નેતાજીએ ઈંગ્લેન્ડમાં 1920 માં ભારતીય સિવિલ પરીક્ષા પાસ કરી હતી. પરંતુ જ્યારે તેમણે ભારતની આઝાદીની લડત વિશે સાંભળ્યું ત્યારે તેમણે 23 એપ્રિલ 1921 નાં રોજ નોકરીથી રાજીનામું આપ્યું હતુ.
નેતાજી 1920 અને 1930 નાં દાયકાનાં અંતમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં યુવા નેતા હતા. ત્યારબાદ 1938 અને 1939 માં કોંગ્રેસ અધ્યક્ષ પણ બન્યા. જોકે, મહાત્મા ગાંધી અને કોંગ્રેસ હાઈકમાન્ડ સાથેનાં મતભેદો પછી તેઓ 1939 માં પાર્ટીમાંથી છૂટા પડ્યા હતા. મહાત્મા ગાંધીની અહિંસાની વિચારધારાનો વિરોધ કરતા નેતાજી માનતા હતા કે અહિંસા ક્યારેય આઝાદી માટે પૂરતી નહીં થઇ શકે. ત્યારબાદ તે ભારતની સ્વતંત્રતામાં સહકાર આપવા નાઝી જર્મની અને જાપાન ગયા. જર્મનીમાં, તે ઓસ્ટ્રેલિયન મૂળની સ્ત્રી એમિલી શેન્કલને મળ્યા અને તેમની સાથે લગ્ન કર્યા. તેમની એક પુત્રી અનિતા બોઝ છે. જે પ્રખ્યાત જર્મન અર્થશાસ્ત્રી છે.
નેતાજીએ ત્યારબાદ જાપાનની મદદથી આઝાદ હિન્દ ફૌજ (આઈએનએ) ની રચના કરી. શરૂઆતમાં, આ સેનામાં તે ભારતીય સૈનિકોને લેવામાં આવ્યા જે જાપાન દ્વારા યુદ્ધનાં કેદી બનાવવામાં આવ્યા હતા. બાદમાં, બર્મા અને મલાયામાં સ્થિત ભારતીય સ્વયંસેવકો પણ તેમા ભરતી કરવામાં આવ્યા. નેતાજીનું પુસ્તક ‘ધ ઇન્ડિયન સુત્રગલ’ 1935 માં પ્રકાશિત થયું હતું. તેમણે જર્મનીમાં આઝાદ હિન્દ રેડિયો સ્ટેશનની સ્થાપના પણ કરી હતી. નેતાજી માનતા હતા કે ભગવદ્ ગીતા તેમના માટે પ્રેરણારૂપ સાધન છે. નેતાજી સ્વામી વિવેકાનંદના સાર્વભૌમિક ભાઈચારો, તેમના રાષ્ટ્રવાદી મંતવ્યો અને સમાજસેવા પર ભાર મૂકતા ઉપદેશોમાં પણ માનતા હતા.
જાપાની શાસિત ફોર્મોસા (હાલમાં તાઇવાન) માં ઓવરલોડ જાપાની વિમાન ક્રેશ થતાં નેતાજીનું 18 ઓગસ્ટ, 1945 નાં રોજ અવસાન થયું હતું. જો કે, તેમના મૃત્યુ અંગે અનેક વિવાદો અને રહસ્યો છે. તેમના ઘણા સમર્થકોએ કહ્યું કે વિમાન દુર્ઘટનાને કારણે તેમનું મોત થયું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.