Not Set/ રેસીપી/ આજે જ ઘરે બનાવો દૂધીનો ઓળો

સામગ્રી 50 ગ્રામ- દૂધી 1/2 બાઉલ – વટાણા 3 ચમચી – તેલ 1/2 ચમચી – રાઈ 1/2 ચમચી – જીરું 1/2 ચમચી – હીંગ 1 ચમચી – લસણની પેસ્ટ 1 ડુંગળી – ઝીણી સમારેલી 2 લીલા મરચાં – ઝીણા સમારેલા 1 નંગ – સમારેલા ટામેટા 1/2 ચમચી – હળદર 1 ચમચી – લાલ મરચું 1/2 […]

Uncategorized
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaamahi 9 રેસીપી/ આજે જ ઘરે બનાવો દૂધીનો ઓળો

સામગ્રી

50 ગ્રામ- દૂધી

1/2 બાઉલ – વટાણા

3 ચમચી – તેલ

1/2 ચમચી – રાઈ

1/2 ચમચી – જીરું

1/2 ચમચી – હીંગ

1 ચમચી – લસણની પેસ્ટ

1 ડુંગળી – ઝીણી સમારેલી

2 લીલા મરચાં – ઝીણા સમારેલા

1 નંગ – સમારેલા ટામેટા

1/2 ચમચી – હળદર

1 ચમચી – લાલ મરચું

1/2 ચમચી – ધાણાજીરું

1/2 ચમચી – ગરમ મસાલો

સ્વાદાનુસાર – મીઠું

1 ચમચી – કોથમીર

બનાવવાની રીત

સૌ પહેલા તેમે દૂધીને છોલી તેના મોટા ટુકડાને ધોઈ લો. ત્યારેબાદ દુધીને બાફીલો. જ્યારે દુધી બફાઈ જાય એટલે તેને મસળી લો. હવે ગેસ પર એક પેન માં તેલ ગરમ કરો તેમા રાઈ અને જીરું નાખો. ત્યારબાદ તેમાં હીંગ નાખો.

હવે તેમા લસણની પેસ્ટ નાખી તેને સારી રીતે સાતળી લો અવે તેમા ડુંગળી ઉમેરો ડુંગળી સાથે વટાણા પણ ઉમેરી દો. ડુંગળી ગુલાબી રંગની થઈ જાય અને વટાણા ચઢી જાય પછી તેમાં હળદર, લાલ મરચું, ધાણાજીરું, ગરમ મસાલો અને મીઠું નાખી મસાલો બરાબર સાંતળી લો.

હવે  તેમાં સમારેલું ટામેટું નાખો. ટામેટું ગળી જાય પછી બાફીને ક્રશ કરેલી દૂધી નાખો તેને 5 થી 7 મિનિટ થવા દો. તૈયાર છે દુધીનો ઓળો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.